UNESCOમાં પાકિસ્તાનનું સૂરસૂરિયું થઈ ગયું, આ ભારતીય મહિલાએ બરાબર આપી ધોબીપછાડ
યુનેસ્કો (UNESCO) જેવા મોટા આંતરરાષ્ટ્રીય મંચ પર કાશ્મીર અને અયોધ્યા મુદ્દો ઉઠાવવા બદલ ભારતે પાકિસ્તાનને બરાબર ફટકાર લગાવી અને તેને અરીસો પણ દેખાડ્યો. આ વખતે ભારત તરફથી યુનેસ્કોમાં પ્રતિનિધિ અનન્યા અગ્રવાલે પાકિસ્તાનને ધોઈ નાખ્યું. અનન્યા અગ્રવાલે કહ્યું કે આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનના ડીએનએમાં જ આતંકવાદ છે.
નવી દિલ્હી: કાશ્મીર (Kashmir)માંથી કલમ 370(Article 370) હટાવાયા બાદથી આખી દુનિયામાં હો હો મચાવી રહેલુ પાકિસ્તાન(Pakistan) કાશ્મીર મુદ્દે વિશ્વપટલ પર અલગ થલગ પડી ગયું છે પરંતુ આમ છતાં તે નાપાક હરકતો ચાલુ જ રાખે છે. જો કે ટોચના મંચ પર આ મુદ્દો ઉઠાવવા બદલ ફરીથી પાકિસ્તાને ધોબીપછાડ ખાવી પડી છે. યુનેસ્કો (UNESCO) જેવા મોટા આંતરરાષ્ટ્રીય મંચ પર કાશ્મીર અને અયોધ્યા મુદ્દો ઉઠાવવા બદલ ભારતે (India) પાકિસ્તાનને બરાબર ફટકાર લગાવી અને તેને અરીસો પણ દેખાડ્યો. આ વખતે ભારત તરફથી યુનેસ્કોમાં પ્રતિનિધિ અનન્યા અગ્રવાલે(Ananya Agarwal) પાકિસ્તાનને ધોઈ નાખ્યું. અનન્યા અગ્રવાલે કહ્યું કે આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનના ડીએનએમાં જ આતંકવાદ છે.
પાકિસ્તાનને અમારા આંતરિક મામલાઓમાં ટાંગ અડાવવાની માનસિક બીમારી છે-અનન્યા
અનન્યા અગ્રવાલે કહ્યું કે પાકિસ્તાનને અમારા આંતરિક મામલાઓમાં ટાંગ અડાવવાની માનસિક બીમારી છે. ભારતે કહ્યું કે પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદથી દુનિયા પરેશાન છે.
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube