દુબઈ: સંયુક્ત આરબ અમીરાતમાં કામ કરનારા લાખો ભારતીયો માટે સારા સમાચાર આવ્યા છે. દુબઈની એરલાઈન્સ કંપની અમીરાત એરલાઈન્સે 23 જૂનથી ભારતની ફ્લાઈટ્સ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. ફ્લાઈન્ટસના નિયમોમાં ફેરફાર બાદ દુબઈની ક્રાઈસિસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની સર્વોચ્ચ કમિટીએ કોરોના રસી મૂકાવી ચૂકેલા ભારતીયોને યુઈઈમાં પોતાના ઘરે આવવાની મંજૂરી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત ઉપરાંત દક્ષિણ આફ્રીકા, અને નાઈજિરીયાના લોકોને પણ આ મંજૂરી અપાઈ છે. અમીરાત એરલાઈન્સે એક નિવેદનમાં કહ્યું કે તેઓ ભારતથી મુસાફરોને મંજૂરી આપવાના નિર્ણયનું સ્વાગત કરે છે. કંપનીએ કહ્યું કે પ્રોટોકોલનું પાલન કરતા 23 જૂનથી પેસેન્જર ઉડાણોની શરૂઆત કરવામાં આવી રહી છે. આ અગાઉ યુએઈએ ગત 24 એપ્રિલના રોજ કોરોનાના ભયંકર પ્રકોપને જોતા ભારતથી મુસાફરોના આગમન પર પ્રતિબંધ મૂક્યો હતો. 


Kashmir પર PM મોદીની બેઠક પહેલા જ પાકિસ્તાનમાં મચી ગયો હડકંપ, વિદેશમંત્રીએ આપ્યું આ નિવેદન


ભારતથી યુએઈના પ્રવાસ માટે આ છે નિયમો
આ તાજા ઘટનાક્રમથી યુએઈમાં કામ કરતા લાખો ભારતીયોને મોટી રાહત મળી છે. આ પ્રતિબંધના કારણે મોટી સંખ્યામાં કામદારો ખાસ કરીને હેલ્થ સેક્ટરમાં કામ કરતા લોકો ભારતમાં ફસાઈ ગયા હતા. આવા ભારતીય કામદારો હવે યુએઈ પાછા ફરી શકશે. જો કે ભારતથી આવનારા મુસાફરો માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમણે યુએઈમાં સ્વિકૃતિ મળી હોય તેવી કોરોના રસી મૂકાવેલી હશે તેમને જ પ્રવેશની મંજૂરી અપાશે. 


PM Narendra Modi દુનિયાના સૌથી લોકપ્રિય નેતા, Global Approval Rating માં થયો આ ખુલાસો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube