અમેરિકા પહોંચીને ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- ભારત મહાન દેશ, પ્રવાસ રહ્યો ખુબ સફળ
અમેરિકાના રાષ્ટ્રપતિ પરત વોશિંગટન પહોંચી ગયા છે. સ્વદેશ પહોંચ્યા બાદ તેમણે કહ્યું કે, ભારત એક મહાન દેશ છે. તેમણે આ પ્રવાસને ખુબ સફળ ગણાવ્યો છે.
વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતનો બે દિવસીય પ્રવાસ પૂર્ણ કરીને સ્વદેશ પહોંચી ચુક્યા છે. તેમણે ભારતને મહાન દેશ ગણાવતા પોતાના પ્રવાસને ખુબ સફળ કહ્યો છે. ટ્રમ્પે 24-25 ફેબ્રુઆરીએ ભારતનો પ્રવાસ કર્યો હતો. આ યાત્રા પર તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પ અને પુત્રી ઇવાન્કા પણ હાજર રહ્યાં હતા.
પરિવાર સિવાય ટ્રમ્પની સાથે ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળ હાજર હતું, જેમાં અમેરિકા પ્રશાસનના વરિષ્ઠ અધિકારી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ'બ્રાયન પણ હાજર રહ્યાં હતા. ટ્રમ્પે ટ્વીટ કર્યું, 'હજુ પહોંચ્યો છું. ભારતનો પ્રવાસ શાનદાર અને સફળ રહ્યો.' ટ્રમ્પે 36 લાકના પ્રવાસમાં અમદાવાદમાં ખચાખચ ભરેલા મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ ઇવેન્ટને સંબોધિત કરી હતી. આ સિવાય આગરા પહોંચીને તાજની મુલાકાત લીધી હતી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube