ભારતીય અમેરિકી ડોક્ટરની હવાઈથી બોસ્ટન માટે જઈ રહેલી એક ફ્લાઈટમાં 14 વર્ષની સગીરા સામે હસ્તમૈથુન કરવાના આરોપમાં ધરપકડ કરાયો છે. આ મામલો ગત વર્ષનો છે. એક ટ્વીટમાં એફબીઆઈના અધિકૃત બોસ્ટન એકાઉન્ટથી આ ધરપકડ અંગે પુષ્ટિ કરાઈ છે. તેમાં કહેવાયું છે કે આરોપી ગત વર્ષે હવાઈથી બોસ્ટન જતી ફ્લાઈટમાં 14 વર્ષની છોકરી સામે કથિત રીતે અશ્લિલ હરકતો કરી રહ્યો હતો. બોસ્ટનમાં ફેડરલ કોર્ટ સામે રજૂ થયા બાદ તેને જવા દેવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દોષિત સાબિત થશે ત્યારે તેને 90 દિવસની જેલ અને ત્યારબાદ એક વર્ષની નિગરાણીમાં છૂટકારો તથા 5000 અમેરિકી ડોલર દંડ ની સજા કરવામાં આવશે. ગુરુવારે બોસ્ટન ફેડરલ કોર્ટમાં કેસમાં દાખલ કરાયેલા એક સોગંદનામામાં કહેવાયું છે કે 33 વર્ષના ડોક્ટર સુદીપ્ત મોહંતીએ 27 મે 2022ના રોજ હવાઈયન એરલાઈન્સની ફ્લાઈટમાં અયોગ્ય વ્યવહાર કર્યો હતો. ડોક્ટર મોહંતી કેમ્બ્રિજ, મેસાચુસેટ્સમાં રહે છે. ફ્લાઈટમાં તેમણે કથિત રીતે નગ્ન થઈને એક છોકરીની હાજરીમાં અયોગ્ય વર્તન કર્યું હતું. 


સગીર છોકરીએ આરોપ લગાવ્યો કે ફ્લાઈટમાં ટેક ઓફ થયાના 5 કલાક બાદ મોહંતીએ પોતાને ધાબળાથી ઢાંકી લીધા અને તેને પોતાની ગરદન સુધી ખેંચી લીધુ. તે દરમિયાન છોકરીએ જોયું કે આરોપી પોતાના પગને ઉપર નીચે ઉછાળી રહ્યો હતો. ત્યારબાદ ધાબળો ખસી ગયો જેનાથી ખબર પડી કે મોહંતીના પેન્ટની ઝીપ ખુલ્લી હતી. જેનાથી તેનું ગુપ્તાંગ બહાર આવી ગયું હતું. છોકરીએ ખુબ જ ધૃણિત અને ખુબ જ અસહજ મહેસૂસ કર્યું અને તે તરત એક અલગ સીટ પર જતી રહી. 


ઘટના દરમિયાન મોહંતી એક મહિલા સાથીની બાજુમાં બેઠા હતા જે તેમના ખભે માથું રાખીને સૂતી હતી. ફ્લાઈટ બોસ્ટન પહોંચી ત્યારે સગીરાએ તેના પરિવારને આ પરેશાન કરનારી ઘટના વિશે જણાવ્યું. જેમણે પોલીસને જાણ કરી. અધિકારીઓના રિપોર્ટ મુજબ જ્યારે સવાલ કરવામાં આવ્યો તો મોહંતીએ જવાબ આપ્યો કે તેમને કશું યાદ નથી. કાર્યવાહક અમેરિકી એટોર્ની જોશુઆ લેવીએ પ્રારંભિત કોર્ટમાં ઉપસ્થિતિ બાદ એક નિવેદનમાં કહ્યું કે દરેકને ખાસ કરીને બાળકોને, મુસાફરી કરતી વખતે અભદ્ર આચરણનો સામનો ન કરવાનો સંપૂર્ણ અધિકાર છે. 


એફબીઆઈના બોસ્ટન ડિવિઝનના કાર્યવાહક વિશેષ એજન્ટ પ્રભારી ક્રિસ્ટોફર ડિજેનાએ એક કડક નિવેદન બહાર પાડીને આ કૃત્યને નિંદનીય ગણાવ્યું. તેમણે એ વાત પર ભાર આપ્યો કે ધરપકડથી સ્પષ્ટ સંદેશ જાય છે કે એફબીઆઈ વિમાનમાં કરાયેલા અપરાધોને ગંભીરતાથી લે છે. જેમાં કથિત યૌન દુર્વ્યવહારથી લઈને હુમલો, ફ્લાઈટ ક્રુ સાથે હસ્તક્ષેપ  અને ચોરી સુદ્ધા અનેક અપરાધ સામેલ હોય છે. 


ફાઈલ કરાયેલા દસ્તાવેજો મુજબ મોહંતી એક આંતરિક ચિકિત્સા અને પ્રાથમિક દેખભાળ ડોક્ટર છે અને બોસ્ટનમાં પ્રેક્ટિસ કરે છે. આરોપ છે કે 27 મે 2022 ના રોજ મોહંતી એક મહિલા સાથે સાથે હોનોલૂલૂથી બોસ્ટન જઈ રહેલી હવાઈયન એરલાઈન્સની ફ્લાઈટમાં સવાર હતા. કથિત રીતે મોહંતી પોતાના દાદા દાદી સાથે મુસાફરી કરી રહેલી એક 14 વર્ષની સગીરાની બાજુમાં બેઠા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube