ભારતીય મૂળના અમેરિકન ડોક્ટર બળાત્કારના ગુનામાં દોષી, 10 વર્ષના બેનની સજા
આ અપરાધમાં 20 વર્ષ સુધી જેલની સજા થાય છે પરંતુ ટેક્સાસ જ્યૂરીએ શેખને 10 વર્ષ પ્રોબેશન પર રાખવાની સજા સંભળાવી.
હ્યુસ્ટન: ટેક્સાસમાં ભારતીય મૂળના એક પૂર્વ ડોક્ટરને દર્દી સાથે બળાત્કાર ગુજારવાના ગુનામાં 10 વર્ષના બેનની સજા સંભળાવવામાં આવી છે. બાયલર કોલેજ ઓફ મેડિસિનના એક પૂર્વ ડોક્ટર શફીક શેખ (46)ને શુક્રવારે 10 વર્ષ પ્રોબેશન (નજરમાં રાખવાની)ની સજા સંભળાવવામાં આવી છે અને તેને એક યૌન અપરાધીના રૂપમાં પંજીકૃત કરવામાં આવશે.
ગત અઠવાડિયે સમાપ્ત થયેલી જિરહ બાદ જ્યૂરી સભ્યોએ શેખને દોષી ગણાવ્યો હતો. આ અપરાધમાં 20 વર્ષ સુધી જેલની સજા થાય છે પરંતુ ટેક્સાસ જ્યૂરીએ શેખને 10 વર્ષ પ્રોબેશન પર રાખવાની સજા સંભળાવી. અત્રે ઉલ્લેખનીય છે કે શેખ હ્યૂસ્ટનના બેન તાઉબ હોસ્પિટલમાં 2013માં રાત પાળીમાં કામ કરી રહ્યો હતો. તે સમયે એક મહિલાને શ્વાસ લેવામાં સમસ્યા અને શ્વાસમાં ગભરામણની સમસ્યાના લીધે હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી હતી.
તે આખી રાત હોસ્પિટલમાં હતી અને બેભાન હાલતમાં હતી. રાત્રે શેખ તેના રૂમમાં ઘણીવાર ગયો અને તેનું યૌન ઉત્પીડન કર્યું. ફરિયાદીએ જણાવ્યું કે તેણે નર્સને બોલાવવા માટે મદદનું બટન દબાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે બટન કામ કરી રહ્યું ન હતું.
(ઇનપુટ: ભાષા)