સાન ફ્રાન્સિસ્કો: ગત સપ્તાહે ડ્યૂટી દરમિયાન એક ગેરકાયદેસર પ્રવાસી દ્વારા ગોળી વાગતા જીવ ગુમાવનરા ભારતીય મૂળના પોલીસ અધિકારીને શનિવારે તેમના અંતિમ સંસ્કાર દરમિયાન બિરદાવતા તેમને 'ફિજીમાં જન્મેલા અમેરિકન' હીરો ગણાવ્યાં. 33 વર્ષના રોનિલ સિંહના અંતિમ સંસ્કાર કેલિફોર્નિયાના ન્યૂમેનમાં કરવામાં આવ્યાં. સિંહ માટે મોડેસ્ટો ગિરજાઘરમાં આયોજિત એક પ્રાર્થના સભામાં મોડેસ્ટોના પોલીસ અધિકારી જેફ હાર્મને કહ્યું કે અમારી દુનિયામાં જે યોગ્ય છે તેના માટે તેઓ મજબુતાઈથી ઊભા રહ્યાં. પરંતુ આમ છતાં દુર્ભાગ્યવશ આ દુનિયામાં જે ખોટું છે, તેના કારણે તેઓ ખુબ જલદી આપણને છોડીને જતા રહ્યાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકીમાં ફિજીના રાજદૂત નાયાકરુરુબલાવુ સોલો મારાએ સિંહને ફિજીમાં જન્મેલા અમેરિકન હીરો ગણાવ્યાં. ન્યૂમેન પોલીસ વિભાગના અધિકારી રોનિલ સિંહને 26 ડિસેમ્બરના સ્થાનિક સમય મુજબ મોડી રાતે એક વાગે એક ગેરકાયદે પ્રવાસી ગુસ્તાવ પેરેઝે ગોળી મારી હતી. ત્યારબાદ તેમનું મોત થયું હતું. સિંહ જુલાઈ 2011માં પોલીસ વિભાગમાં સામેલ થયા હતાં. પોતાની રાતની ડ્યૂટી શરી કરવાના કેટલાક કલાકો પહેલા જ સિંહે પોતાના પાંચ મહિનાના પુત્ર અને પત્ની સાથે ક્રિસમસની ઉજવણી કરી હતી. 


અંતિમ સંસ્કાર દરમિયાન રોનિલ સિંહના ભાઈ અને સહયોગીઓએ તેમની ઉપલબ્ધિઓ અને તેમના સારા વ્યક્તિત્વનો ઉલ્લેખ કર્યો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ગુરુવારે સિંહની પત્ની અને તેમના સહકર્મીઓ સાથે વાતચીત કરી હતી. સિંહના સન્માનમાં કેલિફોર્નિયા રાજ્યનો ઝંડો પણ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે.