નવી દિલ્હી/ઉધમપુર: પાકિસ્તાન કાશ્મીરી યુવાઓને આતંકવાદમાં સામેલ કરવા માટે હવે નવો ફંડા અજમાવી રહ્યું છે. ઉત્તર કમાનના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ લેફ્ટેનન્ટ રણવીર સિંહે ગુરુવારે કહ્યું કે પાકિસ્તાની સેના જમ્મુ અને  કાશ્મીરના યુવાઓને આતંકવાદ તરફ લલચાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર અને પાકિસ્તાનમાં આતંકવાદને ઉછેરતા શિબિરો અને અન્ય ગતિવિધિઓ હજુ પણ યથાવત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે પાકિસ્તાન કાશ્મીરમાં શાંતિ અને સ્થાયિત્વને બગાડવા માટે જનમત બદલવા માટે ચર્ચા અને વિમર્શ વિકસિત કરવાની કોશિશ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે તે આપણા માટે ચિંતાનો વિષય છે. અમારું તેના પર ધ્યાન છે. સિંહે કહ્યું કે પાકિસ્તાની સેના ઘાટીના યુવાઓને આતંકવાદ સાથે જોડવા માટે સોશિયલ મીડિયાના મંચોનો ઉપયોગ કરી રહી છે. તેમણે કહ્યું કે કટ્ટરપંથ ફેલાવવાનું એ માત્ર ભારત નહીં પરંતુ આખી દુનિયામાં ચિંતાનો વિષય છે. 


પાકિસ્તાન પોતાના જ રાષ્ટ્રીય પ્રાણીના શિકારની વિદેશીઓને કેમ આપી રહ્યું છે મંજૂરી?


રાજકીય ટિપ્પણીઓથી મનોબળ પર અસર નહીં
સેનાને નિશાન બનાવીને પૂર્વ મુખ્યમંત્રીઓ મહેબુબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લા દ્વારા અપાયેલા નિવેદનોને ભાર ન આપતા ઉત્તરી સેના કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ રણબીર સિંહે કહ્યું કે આવા નિવેદનોથી ભારતીય સશસ્ત્રદળોના મનોબળ પર કોઈ અસર થતી નથી. તેઓ પોતાના શાસનાદેશ હેઠળ આતંકવાદ વિરોધી અભિયાન ચાલુ રાખશે. 


રણબીર સિંહે કહ્યું કે ભારતીય સેના વિભિન્ન નિવેદનોથી પ્રભાવિત થતી નથી. અમને ખબર છે કે ભારત સરકાર જમ્મુ અને કાશ્મીરમાં સ્થાયી શાંતિ અને સામાન્ય સ્થિતિ માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે સરકારે સેનાને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરોધી અભિયાન ચલાવવાનો શાસનાદેશ આપ્યો છે અને તેઓ આ અભિયાન ચલાવી રહ્યાં છે. 


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...