ભારતીય `નાસ્ત્રેદેમસ`ની ચોંકાવનારી ભવિષ્યવાણી: દુનિયા પર તોળાઈ રહ્યું છે મોટું જોખમ, 29 જૂન કયામતનો દિવસ
શુ ખરેખર 29મી જૂનનો દિવસ કયામતનો દિવસ બની જશે? આ શબ્દો ભારતીય જ્યોતિષ અને નવા નાસ્ત્રેદેમસ તરીકે ઓળખાઈ રહેલા કુશલકુમારના નિવેદન બાદ ચર્ચામાં છે. તેમણે હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો કે દુનિયામાં જલદી ત્રીજુ વિશ્વયુદ્ધ થવાનું છે.
શુ ખરેખર 29મી જૂનનો દિવસ કયામતનો દિવસ બની જશે? આ શબ્દો ભારતીય જ્યોતિષ અને નવા નાસ્ત્રેદેમસ તરીકે ઓળખાઈ રહેલા કુશલકુમારના નિવેદન બાદ ચર્ચામાં છે. તેમણે હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો કે દુનિયામાં જલદી ત્રીજુ વિશ્વયુદ્ધ થવાનું છે. તેમનો દાવો છે કે 18 જૂનથી 29 જૂન વચ્ચે તે ગમે ત્યારે શરૂ થઈ શકે છે. 29 જૂન દુનિયા માટે ખુબ ખતરનાક દિવસ છે. જ્યોતિષ કુશલકુમારે ઈઝરાયેલ અને હમાસ, રશિયા અને નાટો, ઉત્તર અને દક્ષિણ કોરિયા તથા ચીન અને તાઈવાન વચ્ચે તણાવ વધવાની ભવિષ્યવાણી કરી.
એક મીડિયા આઉટલેટ સાથે વાતચીતમાં કુશલકુમારે કહ્યું કે તેમણે પોતાની ભવિષ્યવાણીઓ કરવા માટે વૈદિક જ્યોતિષ ચાર્ટનો ઉપયોગ કર્યો જે હિન્દુ સંસ્કૃતિ પર આધારિત છે. ગ્રહો અને નક્ષત્રોના અભ્યાસ બાદ મે સટીક તારીખ જણાવી કે ક્યારે ત્રીજુ વિશ્વયુદ્ધ છેડાઈ શકે છે. તેમણે કહ્યું હતું કે મંગળવાર 18 જૂન 2024 એ વર્લ્ડ વોર થ્રી ટ્રિગર કરવા માટે સૌથી પ્રબળ દિવસ છે. પરંતુ તેમણે એમ પણ કહ્યું છે કે 10 અને 29 જૂન વચ્ચે ગમે ત્યારે તે શરૂ થઈ શકે છે.
પહેલા કોઈ સાચી પડી છે ભવિષ્યવાણી?
કુશલકુમારે કહ્યું કે આવું પહેલીવાર નથી બન્યું કે તેમણે આ પ્રકારની ભવિષ્યવાણી કરી છે. તેમણે દાવો કર્યો કે આ અગાઉ તેઓ ઈઝરાયેલ લેબનોન વચ્ચે તણાવ અને ઉત્તર કોરિયા સૈનિકોનું દક્ષિણ કોરિયાની સરહદ પાર કરવા જેવી ભવિષ્યવાણી કરી ચૂક્યા છે. જે સાચી પડી છે. તેમણે એમ પણ કહ્યું કે રશિયા હવાનામાં એક પરમાણુ સબમરીન સહિત યુદ્ધજહાજ મોકલી રહ્યું છે. ચીન અમેરિકી અધિકારીઓને ઉક્સાવવા માટે તાઈવાની તટો પર યુદ્ધ અભ્યાસ કરી રહ્યું છે.
દુનિયા પર નવું જોખમ
ન્યૂયોર્ક પોસ્ટ મુજબ કુશલકુમારે કહ્યું છે કે જેમ જેમ દિવસ વીતી રહ્યા છે દુનિયા પર નવું સંકટ મંડરાઈ રહ્યું છે.
કોણ હતા નાસ્ત્રેદેમસ
અત્રે જણાવવાનું કે નાસ્ત્રેદેમસ એક ફ્રેન્ચ જ્યોતિષ હતા. જેમણે 16મી સદીમાં લેસ પ્રોફેટીસ (ધ પ્રોફેસીસ) નામના પુસ્તક દ્વારા 2024 સુધીની ભવિષ્યવાણી કરી હતી. નાસ્ત્રેદેમસે ભવિષ્યવાણી કરી હતી કે 2024 ગંભીર હવામાન ઘટનાઓ અને વૈશ્વિક સંઘર્ષનો સાક્ષા બનશે. જેમાં યુદ્ધ, શાહી ઉથલપાથલ અને એક નવા પોપ સામેલ રહેશે. 2024 માટે નાસ્ત્રેદેમસે એટલે સુધી ભવિષ્યવાણી કરી છે કે જળવાયુ સંકટ વધુ ગંભીર બનશે.