લંડન: શાહી અને એશોઆરામના જીવનના અનેક કિસ્સાઓ આપણે સાંભળ્યા છે. હવે લંડનમાં એક ભારતીય અબજપતિની પુત્રીના એશોઆરામ અને દોમ દોમ સાહિબી હાલ ચર્ચામાં છે. પુત્રીને લંડનમાં કોઈ જ પરેશાની ન થાય, તેના એશોઆરામમાં કોઈ ઉણપ ન રહી જાય, આ માટે ભારત સાથે નાતો ધરાવતા અબજપતિએ તેની સેવા ચાકરીમાં એક કે બે નહીં પરંતુ 12 નોકરોની ફૌજ તહેનાત કરી દીધી. વાત જાણે એમ છે કે અબજપતિની પુત્રી સ્કોટલેન્ડની સેન્ટ એન્ડ્યૂઝ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.  અબજપતિ અને તેની પુત્રીના નામનો હજુ ખુલાસો નથી થયો. જે એજન્સીને છોકરી માટે નોકર નિયુક્ત કરવાની જવાબદારી સોંપાઈ હતી તેણે કોઈ પણ જાણકારી આપવાની ના પાડી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રિટનના અખબાર ધ સનના રિપોર્ટ મુજબ છોકરીના કુટુંબીજનોએ તેની સેવા માટે 12 લોકોનો સ્ટાફ નિયુક્ત કર્યો છે. આ માટે તેમણે સિલ્વર સ્વેન નામની ખુબ જ ચર્ચિત એજન્સીને નિયુક્ત કરી હતી. છોકરી માટે જે સ્ટાફ પસંદ કરાયો છે, તેમાં બટલર, શેફ, મેડ, હાઉસકિપર, ગાર્ડનર પણ સામેલ છે. 


આ અગાઉ સ્ટાફની ભરતી માટે એક જાહેરાત પણ અપાઈ હતી. જેમાં કહેવાયું હતું કે એક મેડ જોઈએ છે જે ખુશમિજાજ હોય અને ઉર્જાથી ભરેલી હોય. અબજપતિની પુત્રી 4 વર્ષનો અભ્યાસ કરશે. આ સાથે પેલેસની સાથે જ પોતાના કામમાં નિપૂર્ણ હોય તેવા સ્ટાફની નિયુક્તિ કરવામાં આવી છે. કહેવાય છે કે યુવતીનો પરિવાર ખુબ જ ઔપચારિક અને ગભરાયેલો છે આથી અનુભવી સ્ટાફને પ્રાયોરિટી અપાઈ છે. 


બટલરનું કામ ખાસ કરીને મેન્યૂ જોવાનું રહેશે અને ટીમ કેવી રીતે ખાવાનું બનાવી રહી છે તેના પર નિગરાણી રાખવાની રહેશે. ફુટમેનનું કામ ખાવાનું સર્વ કરવાનું અને ટેબલ સફાઈનું રહેશે. એક નોકર તો ફક્ત યુવતી માટે દરવાજો ખોલવા માટે રહેશે. 


28 લાખ રૂપિયાની ભારે ભરખમ રકમ ખર્ચ થશે
યુવતી માટે નિયુક્ત કરાયેલા સ્ટાફ પર તેનો પરિવાર લગભગ 30 હજાર પાઉન્ડ ખર્ચ કરશે. ભારતીય કરન્સીમાં તેની કિંમત જોવા જઈએ તો 28 લાખ રૂપિયા જેટલી થાય. પરિવાર આટલી ભારે ભરખમ રકમ ખર્ચ કરી રહ્યો છે. એવું કહેવાઈ રહ્યું છે કે યુવતીનો પરિવાર ખુબ ગભરાયેલો છે.