ભારતીય મૂળની હરપ્રીત ચાંડીએ ઈતિહાસ રચ્યો, દક્ષિણી ધ્રુવનો પ્રવાસ કરનારી પહેલી ભારતીય મહિલા બની
ભારતીય મૂળની હરપ્રીત ચાંડીએ પોતાની યાત્રાનો એક લાઈવ ટ્રેકિંગ મેપ અપલોડ કર્યો અને બરફથી ઢંકાયેલા આ વિસ્તારમાં પોતાની યાત્રાનો નિયમિત બ્લોગ પણ પોસ્ટ કર્યો.
નવી દિલ્લી: બ્રિટીશ શીખ સેનામાં ભારતીય મૂળની 32 વર્ષીય અધિકારી અને ફિઝિયોથેરાપિસ્ટ હરપ્રીત ચાંડીએ દક્ષિણ ધ્રુવમાં કોઈપણ જાતની મદદ વિના એકલા દુર્ગમ યાત્રાને પૂરી કરીનારી અશ્વેત મહિના બનીને ઈતિહાસ રચી દીધો છે. પોલર પ્રીતના નામથી જાણીતી ચાંડીએ પોતાના લાઈવ બ્લોગ પર સોમવારે 40મા દિવસના અંતે 700 માઈલ એટલે કે 1127 કિલોમીટરની યાત્રા કર્યા પછી પોતાની બધી કિટની સાથે સ્લેજ ખેંચતા અને શૂન્યથી 50 ડિગ્રી સેલ્સિયસની નીચેથી તાપમાન, લગભગ 60 માઈલ પ્રતિ કલાકની ગતિથી ચાલી રહેલી હવા સામે ઝઝૂમતાં ઈતિહાસ બનાવવાની જાહેરાત કરી.
3 વર્ષ પહેલાં ધ્રુવીય દુનિયા વિશે કંઈ જાણતી ન હતી:
હરપ્રીતે લખ્યું કે - હું દક્ષિણી ધ્રુવ પર પહોંચી ગઈ, જ્યાં બરફવર્ષા થઈ રહી છે. હજુ મનમાં અનેકગણી ભાવનાઓ ચાલી રહી છે. હું ત્રણ વર્ષ પહેલાં ધ્રુવીય દુનિયા વિશે કંઈ જાણતી ન હતી અને અંતમાં અહીંયા પહોંચવું કેટલું વાસ્તવિક લાગે છે. અહીંયા પહોંચવું અઘરું હતું અને હું બધાને તેમના સમર્થન માટે ધન્યવાદ કહેવા માગું છું. ચાંડીએ કહ્યું કે આ અભિયાન હંમેશા મારાથી વધારે હતું. હું લોકોને પોતાની સીમાઓને આગળ વધારવા અને પોતાના પર વિશ્વાસ કરવા માટે પ્રોત્સાહિત કરવા ઈચ્છું છું. હું માનું છું કે તમે કોઈપણ જાતના ડર વિના તે કરવામાં સક્ષમ હોય. મને પણ અનેકવાર ના કહેવામાં આવી અને કહેવામાં આવ્યું કે માત્ર સામાન્ય કામ જ કર. પરંતુ આપણે આપણી જાતને જાતે જ અસામાન્ય બનાવી શકીએ છીએ.
એન્ટાર્કટિકામાં એકલી અભિયાન પૂરું કરનારી પહેલી અશ્વેત મહિલા:
ભારતીય મૂળની હરપ્રીત ચાંડીએ પોતાની યાત્રાનો એક લાઈવ ટ્રેકિંગ મેપ અપલોડ કર્યો અને બરફથી ઢંકાયેલા આ વિસ્તારમાં પોતાની યાત્રાનો નિયમિત બ્લોગ પણ પોસ્ટ કર્યો. ચાંડીએ પોતાના બ્લોગની અંતિમ એન્ટ્રીમાં કહ્યું કે દિવસ-40 સમાપ્ત. હરપ્રીતે એન્ટાર્કટિકામાં એકલી અભિયાન પૂરું કરનારી પ્રથમ અશ્વેત મહિલા બનીને ઈતિહાસ બનાવ્યો છે. હરપ્રીતે કહ્યું કે તમે જે કંઈપણ કરવા માગો છો તેના માટે તમે સક્ષમ છો. કોઈ ફરક પડતો નથી કે તમે ક્યાંથી છો અને તમારી શરૂઆત ક્યાંથી છે. દરેક વ્યક્તિ ગમે ત્યાંથી શરૂઆત કરે છે. હું માત્ર તે અડચણોથી દૂર ભાગવા માગતી નથી પરંતુ હું તેને બિલકુલ ખતમ કરવા માગું છું.
ક્વીન મેરી યુનિવર્સિટીમાંથી કરી રહી છે અભ્યાસ:
ઈંગ્લેન્ડના ઉત્તર-પશ્વિમમાં એક મેડિકલ રેજિમેન્ટના ભાગના રૂપમાં, ચાંડીની પ્રાથમિક ભૂમિકા સેનામાં ડોક્ટરો માટે ક્લિનિકલ ટ્રેનિંગ ઓફિસરના રૂપમાં ટ્રેનિંગને વ્યવસ્થિત અને માન્ય કરવાનો છે. વર્તમાનમાં તે લંડનમાં ક્વીન મેરી યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ એન્ડ એક્સરસાઈઝમાં માસ્ટર ડિગ્રી પૂરી કરી રહી છે. રવિવારે પોતાની બ્લોગ એન્ટ્રીમાં લખ્યું હતું કે જ્યારે હું વધારે ઉંચાઈ પર હોવ છું ત્યારે વધારે ઠંડી લાગે છે. મેં અહીંયા ઘણા સમયથી કોઈને જોયા નથી. અને હવે હું દક્ષિણી ધ્રુવથી 15 સમુદ્રી માઈલ દૂર છું. મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે હું લગભગ તે જ છું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube