દુબઈ: એક ભારતીય નાગરિક (Indian Citizen) ને 14 હજાર ડોલરની રોકડ અને 2 લાખ દિરહામ કિંમતનું સોનું ભરેલી બેગ મળી હતી, પરંતુ તે પોલીસને પરત આપી હતી. દુબઈ પોલીસે આ માટે ભારતીય નાગરિકને ઈનામ આપ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે જવાબદાર નાગરિકની ભૂમિકા નિભાવતા ભારતીયએ બેગ પરત કરી હતી.


આ પણ વાંચો:- ઇઝરાઇલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂના આવાસ બહાર કેમ થઇ રહ્યાં છે પ્રદર્શન


શનિવારે, અલ કુસૈસ પોલીસ સ્ટેશનના ડિરેક્ટર બ્રિગેડિયર યુસુફ અબ્દુલ્લા સલીમ અલી એદીદીએ રેતેશ જેમ્સ ગુપ્તાને ઈનામ આપ્યું અને સમુદાય અને પોલીસિંગ વચ્ચેની મહત્વની કડી માટે તેમની પ્રશંસા કરી હતી.


પોલીસે તે બેગ તેના માલિકને પરત કરી કે નહીં તે હજુ જાણી શકાયું નથી. સમાચાર લખાય ત્યાં સુધી બેગના માલિકની શોધ કરવામાં આવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube