ટાપુ પર જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું હતું નવજાત શિશુ, ભારતીય કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યુ
મસીહા બનીને પહોંચેલી ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમના ફોટો વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેમની ભરપૂર પ્રશંસા કરી રહ્યા છે, માલદીવના ગનદ્વીપ ટાપુની આ ઘટના છે
નવી દિલ્હીઃ ભારતીય તટરકક્ષ દળ (Indian Coast Gaurd)ની ટીમે માલદીવના ગન ટાપુ (Gan Island) પર ગંભીર રીતે બિમાર અને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા એક નવજાત શીશુનો જીવ બચાવ્યો છે. સોમવારે વહેલી સવારે રેસ્ક્યુ કરાયેલા આ બીમાર નવજાત શીશુને તાત્કાલિક સારવાર માટે માલદીવ્સની રાજધાની માલે લઈ જવાયું છે.
ઉલ્લેખનીય છે કે, માલદીવ્સમાં સ્થાનિક લોકોની મદદ માટે ભારતીય હેલિકોપ્ટર ધ્રુવ (Advanced light Helicopter) ઉપલબ્ધ છે. માલદીવ્સના ગન ટાપુ પર એક નવજાત શીશુ જીવર-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું હોવાના સમાચાર મળ્યા બાદ ભારતીય કોસ્ટગાર્ડની ટીમે આ દિલધડક ઓપરેશન પાર પાડ્યું હતું. ભારતીય ટીમ હેલિકોપ્ટર દ્વારા આ ટાપુ પર પહોંચી હતી અને બાળકને હેલિકોપ્ટનમાં બેસાડીને તાત્કાલિક સારવાર માટે માલદીવ્સની રાજધાની માલે ખાતે લઈ જવાયું હતું.
શરમજનક! પીરિયડ્સમાં મહિલાએ એવી જગ્યાએ રહેવું પડ્યું, અકાળે મોતને ભેટી
ભારતીય કોસ્ટગાર્ડની આ પ્રશંસનીય કામગીરીની સોશિયલ મીડિયા પર ભરપૂર ચર્ચા થઈ રહી છે અને તેમની તસવીરો પણ વાયરલ થઈ છે.
ઉલ્લેખનીય છે કે, ભારત અને માલદીવ્સના વડા પ્રધાન વચ્ચે 17 ડિસેમ્બરના રોજ વાટાઘાટો થઈ હતી. પીએમ મોદી અને નવા ચૂંટાયેલા ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો બાદ હિન્દ મહાસાગરમાં શાંતિ અને સુરક્ષા જાળવી રાખવા આંતરિક સહયોગ આપવા સહમતી સધાઈ હતી. આ ઉપરાંત બંને દેશ વચ્ચે સંસ્કૃતિ સહયોગ, આઈટી અને ઈલેક્ટ્રોનિક્સ, કૃષિ વેપાર માટે ચાર કરાર પર હસ્તાક્ષર કરાયા હતા.