Cough syrup made by Indian company fails WHO test: વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ ગત મહિને ઈરાકમાંથી મળી આવેલી દૂષિત કોલ્ડ કફ સિરપ માટે ભારતની એક દવા કંપનીને જવાબદાર ઠેરવી છે. સંગઠને કહ્યું કે આ કોલ્ડ સિરપ મહારાષ્ટ્રની એક દવા કંપની દ્વારા તૈયાર કરાઈ હતી. દૂષિત કોલ્ડ સિરપને વેચવા માટે બનાવનારી આ કંપનીનું નામ ફોરર્ટ્સ (ઈન્ડિયા) લેબોરેટરી પ્રાઈવેટ લિમિટેડ (Fourrts (India) Laboratories Pvt Ltd) છે. આ કંપનીએ આ દવા વેચાણ માટે ઈરાક મોકલી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દવામાંથી મળ્યા ઝેરીલા રસાયણ
WHO એ નિવેદન બહાર પાડીને કહ્યું કે ભારતની ફોરર્ટ્સ (ઈન્ડિયા) લેબોરેટરી પ્રાઈવેટ લિમિટેડ કોલ્ડ સિરપ બનાવીને ઈરાકની ડેબીલાઈફ ફાર્મા પ્રાઈવેટ લિમિટેડને સપ્લાય કરે છે. આ દવાને કોલ્ડ આઉટ નામથી વેચાણ કરે છે. આ શરદીની એક દવા છે. આરોપ છે કે ઈરાકમાં સપ્લાય કરાયેલી આ દવામાં ઝેરી રસાયણો મળ્યા છે. 


ગત મહિને મળી હતી ફરિયાદ
WHO ના રિપોર્ટ મુજબ ગત મહિને 10 જુલાઈ 2023ના રોજ ત્રીજા પક્ષે આ દવા (Cold Out Cough Syrup) ની ફરિયાદ કરી હતી. ત્યારબાદ કોલ્ડ આઉટ સિરપના એક નમૂનાને ઈરાકથી મેળવીને તેને સંગઠનની લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યો. આ નમૂનાની તપાસમાં ખબર પડી કે શરદી ભગાડનારી આ દવા એથિલીન ગ્લાઈકોલ નામના એક ઝેરી ઔદ્યોગિક તત્વથી દૂષિત છે. 


મનુષ્ય માટે ખતરનાક
WHO એ નિવેદનમાં કહ્યું કે, તપાસ માટે મોકલવામાં આવેલા નમૂનામાં ડાયથિલિન ગ્લાઈકોલ (0.25%) અને એથિલીન ગ્લાઈકોલ (2.1%) ની અસ્વીકાર્ય માત્રા મળી આવી. એથિલીન ગ્લાઈકોલ અને ડાયથિલીન ગ્લાઈકોલ બંને માટે સ્વીકાર્ય સુરક્ષા મર્યાદા 0.10% થી વધુ નથી. ડાયથિલીન ગ્લાઈકોલ અને એથિલીન ગ્લાઈકોલનું સેવન મનુષ્યો માટે ઝેરી હોય છે અને તેના કારણે લોકોની હાલત ખરાબ થઈ શકે છે. 


'કંપનીઓએ નથી આપી કોઈ ગેરંટી'
સંગઠને એ વાત પર ખેદ વ્યક્ત કર્યો કે લેબની તપાસમાં સેમ્પલ ફેલ થવા છતાં દવા બનાવનારી કંપની અને તેને વેચનારી કંપનીએ તેને સુરક્ષિત બનાવવાની રીતો અંગે ગેરંટી આપી નથી. અત્રે જણાવવાનું કે ગત વર્ષે કથિત રીતે ગામ્બિયા અને ઉઝ્બેકિસ્તાનમાં ભારતમાં બનેલી કફ સિરપ પીવાથી અનેક બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું હતું. આ ઘટના બાદ ભારત સરકારે કડક કાર્યવાહી કરી હતી અને અનેક કંપનીઓ પર ભારે દંડ ફટકારવાની સાથે જ તેમના ડ્રગ લાયસન્સ પણ રદ કર્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube