નવી દિલ્હી: ભારતના એક રાજનયિકે કાશ્મીરના મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં પાકિસ્તાનની આકરી ટીકા કરતા કહ્યું કે પાકિસ્તાનના સ્વનિર્ણયની પરિકલ્પના અસલમાં સરકાર પ્રાયોજિત સરહદપાર આતંકવાદ છે. ભારતના સંયુક્ત રાષ્ટ્ર મિશનમાં પ્રથમ સચિવ વિમર્ષ આર્યને પાકિસ્તાનના દુષ્પ્રચારની આકરી ટીકા કરી. તેમણે એમ પણ કહ્યું કે જમ્મુ અને કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિશ્તવારથી આવતા આર્યને કહ્યું કે પાકિસ્તાન દ્વારા અપનાવાયેલા સ્વનિર્ણયનો સિદ્ધાંત દુનિયાના દેશો માટે ગંભીર ખતરો છે જ્યાં અનેક જાતિ અને ધાર્મિક સમુદાય સાથે સાથે નિવાસ કરે છે. 


તેમણે કહ્યું કે 'પાકિસ્તાન જે સ્વનિર્ણયની પરિકલ્પના કરે છે તે વાસ્તવમાં સરકાર પ્રાયોજિત સરહદપાર આતંકવાદ છે અને અસલમાં સમર્થનનો અર્થ ભારત વિરુદ્ધ આતંકવાદને સૈન્ય, નાણાકીય અને લોજિસ્ટિક સહાયતા પ્રદાન કરવાનો છે.' 



આર્યને કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં સૌથી મોટી સમસ્યા પાકિસ્તાન દ્વારા સરહદપાર આતંકવાદને સક્રિય પ્રોત્સાહન આપવાથી પેદા થાય છે અને સરકારની નીતિના ઉપકરણના સ્વરૂપમાં આતંકવાદનો ઉપયોગના માધ્યમથી પાકિસ્તાન દ્વારા કાશ્મીરના લોકોના જીવનના અધિકારનો સતત ભંગ કરાય છે. 


તેમણે કહ્યું કે 'પાકિસ્તાને 1972ના સિમલા કરાર અને 1999ના લાહોર ડેક્લેરશન હેઠળ પોતાની પ્રતિબદ્ધતા પૂરી કરવી જોઈએ.' 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...