Farmers Protest: Indian High Commission એ બ્રિટિશ સાંસદને લખ્યો ઓપન લેટર, કૃષિ કાયદા પર આપી આ શિખામણ
ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન (Farmers Protest) અને ધરપકડ કરાયેલી એક્ટિવિસ્ટ દિશા રવિનું સમર્થન કરનારા બ્રિટિશ સાંસદ ક્લોડિયા વેબ(Claudia Webbe) ને Indian High Commission in London એ એક ખુલ્લો પત્ર લખ્યો છે.
લંડન: ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન (Farmers Protest) અને ધરપકડ કરાયેલી એક્ટિવિસ્ટ દિશા રવિનું સમર્થન કરનારા બ્રિટિશ સાંસદ ક્લોડિયા વેબ(Claudia Webbe) ને Indian High Commission in London એ એક ખુલ્લો પત્ર લખ્યો છે. ક્લોડિયાએ હાલમાં જ ટૂલકિટ મામલે ધરપકડ કરાયેલી દિશા રવિ સહિત તમામ એક્ટિવિસ્ટના છૂટકારાની માગણી કરતા લોકોને અવાજ ઉઠાવવાની અપીલ કરી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે આ મુદ્દે ચૂપ બેસવું જોઈએ નહીં.
Webbe સીધી વાત કરી શકે છે
ભારતીય હાઈ કમિશન દ્વારા લખાયેલા ઓપન લેટરમાં કહેવાયું છે કે લીસેસ્ટર ઈસ્ટના સાંસદ ક્લોડિયા વેબ(Claudia Webbe) જે સમુદયનું પ્રતિનિધિત્વ કરે છે, તેમની કોઈ પણ આશંકાને લઈને તેઓ સીધી વાત કરી શકે છે. હાઈ કમિશને વધુમાં લખ્યું છે કે અમે ભારતીય કૃષિ કાયદાઓ સંબંધિત ચિંતાઓને દૂર કરવા માટે વિસ્તૃત અને સમગ્ર સ્પષ્ટીકરણ આપ્યું છે. આ કાયદા વિરુદ્ધ ભારતીય ખેડૂત સમુદાયનો એક નાનો સમૂહ પ્રદર્શન કરી રહ્યો છે.
Rihanna નો 'અસલ ચહેરો' સામે આવ્યો, ભગવાન ગણેશનું પેન્ડેન્ટ પહેરીને ટોપલેસ PHOTO શેર કર્યો
કરી અનેક ટ્વીટ
ક્લોડિયા વેબે #StandWithFarmers #FarmersProtest જેવા હેશટેગ સાથે ટ્વીટ કરીને ખેડૂત આંદોલનનું સમર્થન કર્યું હતું. તેમણે ટૂલકિટ કેસમાં ધરપકડ કરાયેલી 22 વર્ષની ક્લાઈમેટ એક્ટિવિસ્ટ દિશા રવિ અને ખેડૂત આંદોલનના બીજા મામલે ધરપકડ કરાયેલી 24 વર્ષની નવદીપ કૌરના છૂટકારાની માગણી કરી હતી. તેમણે આ ધરપકડને અધિનાયકવાદી સત્તા અને ફ્રી માર્કેટ આધારિત પૂંજીવાદ હેઠળ થઈ રહેલું દમન ગણાવ્યું હતું અને લોકોને ચૂપ ન રહેવાની અપીલ કરી હતી.
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube