ISISના 50 સંદિગ્ધો પર ભારતની બાજ નજર, સીરિયા-અફઘાનિસ્તાનથી કરી રહ્યાં છે આતંકીઓની ભરતી
શ્રીલંકામાં થયેલા ISISના આતંકી હુમલાને લઈને ભારતીય તપાસ એજન્સીઓ પણ ખુબ સતર્કતા વર્તી રહી છે. ભારતમાં ISISના હુમલાનો ડર સતત મંડરાતો રહે છે. ભારતીય તપાસ એજન્સીઓ ગુપ્તચર એજન્સીઓની મદદથી 50થી વધુ તે ભારતીય મૂળના ISISના સંદિગ્ધો પર નજર રાખી રહી છે જે અફઘાનિસ્તાન અને સીરિયામાં રહીને ભારતમાં મોટા હુમલાની તૈયારીમાં લાગેલા છે.
નવી દિલ્હી: શ્રીલંકામાં થયેલા ISISના આતંકી હુમલાને લઈને ભારતીય તપાસ એજન્સીઓ પણ ખુબ સતર્કતા વર્તી રહી છે. ભારતમાં ISISના હુમલાનો ડર સતત મંડરાતો રહે છે. ભારતીય તપાસ એજન્સીઓ ગુપ્તચર એજન્સીઓની મદદથી 50થી વધુ તે ભારતીય મૂળના ISISના સંદિગ્ધો પર નજર રાખી રહી છે જે અફઘાનિસ્તાન અને સીરિયામાં રહીને ભારતમાં મોટા હુમલાની તૈયારીમાં લાગેલા છે.
તપાસ એજન્સીઓને શક છે કે દેશના અલગ અલગ રાજ્યમાંથી ચૂપચાપ અફઘાનિસ્તાન અને સીરિયામાં જઈને વસેલા આ સંદિગ્ધો ભારતમાં યુવાઓને ISISમાં ભરતી કરાવવાના કાવતરામાં લાગેલા છે. તપાસ એજન્સીઓના રિપોર્ટથી એ ખુલાસો થયો છે કે અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં જેટલા પણ ISISના આતંકીઓની ધરપકડ થઈ છે તેમાં અત્યાર સુધીમાં યુપીમાંથી સૌથી વધુ ધરપકડ થઈ છે. આવામાં ISISના નિશાના પર યુપી સૌથી વધુ છે. જ્યાં ISIS સતત યુવાઓને પોતાના સંગઠનમાં ભરતી કરાવવાનું ષડયંત્ર થઈ રહ્યું છે.
ભારત પર મોટા હુમલાની ફિરાકમાં
શ્રીલંકામાં થયેલા ISISના ફિદાયીન હુમલાની જેમ ભારતમાં પણ ISIS મોટો હુમલો કરવાની ફિરાકમાં છે. પરંતુ આ સંગઠન હજુ સુધી ભારતમાં આવા કોઈ હુમલાને અંજામ આપી શક્યું નથી. તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે આ હુમલાને અંજામ આપતા પહેલા જ આપણી તપાસ એજન્સીઓ ISISના અલગ અલગ મોડ્યુલને સમયસર નિષ્ફળ કરી નાખે છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએ અત્યાર સુધી ISIS સંલગ્ન 26 કેસ દાખલ કરી ચૂકી છે અને દેશમાં અલગ અલગ રાજ્યોમાં બનનારા ISISના આવા નેટવર્કને પણ કોઈ પણ કાવતરાને અંજામ આપતા પહેલા જ દબોચી લે છે.
જુઓ LIVE TV