લંડન: બ્રિટન (Britain)ની સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટી (Conservative Party) ની શાનદાર જીત થઈ છે. બીજી બાજુ ભારતીય મૂળના પણ અનેક ઉમેદવારોએ જીત નોંધાવી છે. કન્ઝર્વેટિવ અને લેબર (Labour Party) બંને પાર્ટીઓમાંથી થઈને લગભગ એક ડઝન ભારતીય મૂળના સાંસદોએ પોતાની સીટ જાળવી રાખી છે. જ્યારે કેટલાક નવા ચહેરાઓએ પણ જીત મેળવી છે. ગત વખતે સંસદ સભ્ય રહી ચૂકેલા ભારતીય મૂળના ઉમેદવારોએ આ વખતે પણ પોત પોતાની સીટ જાળવી છે. પહેલીવાર જીત મેળવનારા ભારતીય મૂળના ઉમેદવારોમાં કન્ઝર્વેટિવ પાર્ટીના ગગન મોહિન્દ્રા, અને ક્લેયર કોર્ટિન્હો તથા લેબર પાર્ટીના નવેન્દુ મિશ્રા સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રિટન: સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીની ઐતિહાસિક જીત, લેબર પાર્ટીનું ધોવાણ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube