જોહાન્સબર્ગ: ભારતીય મૂળના એક દક્ષિણ અફ્રિકી વ્યક્તિએ તેનાજ એક સંબંધીની ગોળીમારી હત્યા કરતા તેની ધરપકડ કરવામાં આવી છે. બંન્ને વચ્ચે ટીવીના રીમોર્ટની બાબતે અણબનાવ ઉભો થયો હતો. પોલીસના જણાવ્યા મુજબ પીટરમૈરિટ્સબર્ગના 47 વર્ષીય વ્યક્તિએ ક્વાજૂલૂ-નતાલ પ્રાન્તમાં પોતાના 42 વર્ષીય સંબંધીની હત્યા કરી છે. આરોપીના નામ નો ખુલાસો કરવામાં નથી આવ્યો કેમ કે આરોપીની મનોવૈજ્ઞાનિક સ્થિતિ અંગે પણ તપાસ કરવામાં આવી છે, પોલીસ પ્રવક્તા લેફ્ટિનેંટ-કર્નલ તુલાની જવેનએ ઘટનાની પૃષ્ટી કરતા કહ્યું કે આરોપીની ઘરપકડ કરી દેવામાં આવી છે. બંદૂક અને ગોળીઓ પર જપ્ત કરી લેવામાં આવી છે, 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીવી જોવા બાબતે થયો હતો ઝઘડો 
આરોપી પર તેના જ એક સબંધી પર મયમૂના કૈસિમ(80)ની હત્યા કરવાના પ્રયાસમાં કેસ કરવામાં આવ્યો છે.ઘટના દરમિયાન તેના પગમાં ગોળી વાગી હતી , જ્યારે રિપોર્ટ અનુસાર પરિવારમાં ટીવી જોવાની નાની એવી બાબતે ઝઘડો થયો હતો. આરોપીનું કહેવું છે, કે આ ઇસ્લામ ધર્મની વિરૂદ્ધ છે, તે એવું ઇચ્છતો હતો કે પરિવારના બીજા સભ્યો પણ ટીવી ન જુએ. એટલા માટે જ તેણે રિમોર્ટ છુપાવી દીધું હતું.


દિકરીએ કર્યો પિતાને બચાવાને પ્રયાસ 
રિપોર્ટ મુજબ પરિવાર સાથે જોડાયેલા એક શખ્સે કહ્યું કે આરોપીએ ઝડઘો કર્યા બાદ રૂખસાનાના પિતા મોહમદ(82)ને ગોળી મારી પણ તેણી સામે આવી ગઇ હતી, પાડોશીના જણાવ્યા અનુસાર પિડિતા રૂખસાના અવિવાહિત છે. અને તેના ઘરડા માતા-પિતાની સાર-સંભાળ રાખતી હતી 


ઇનપુટ - એજંસી