અમેરિકાની રેસ્ટોરન્ટમાં ગોળીબાર, એક ભારતીય વિદ્યાર્થીનું મોત
તેલંગાણાનો 24 વર્ષીય વિદ્યાર્થીનું અમેરિકાની એક રેસ્ટોરન્ટમાં થયેલા ગોળીબારમાં શુક્રવારે મોત નિપજ્યું હતું. વારંગલનો રહેવાસી વિદ્યાર્થી શરત કપ્પૂ અહીંની મિસૂરી યૂનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. રિપોર્ટ અનુસાર કંસાસ પોલીસને શુક્રવારે સાંજે 7 વાગ્યે એક રેસ્ટોર્ટમાં ગોળીબારની માહિતી મળી હતી. ત્યાર બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસને ઘટના સ્થળેથી લોહીમાં લથપથ શરદનો મૃતદેહ પુલમાંથી મળી આવ્યો હતો.
હૈદરાબાદ : તેલંગાણાનો 24 વર્ષીય વિદ્યાર્થીનું અમેરિકાની એક રેસ્ટોરન્ટમાં થયેલા ગોળીબારમાં શુક્રવારે મોત નિપજ્યું હતું. વારંગલનો રહેવાસી વિદ્યાર્થી શરત કપ્પૂ અહીંની મિસૂરી યૂનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. રિપોર્ટ અનુસાર કંસાસ પોલીસને શુક્રવારે સાંજે 7 વાગ્યે એક રેસ્ટોર્ટમાં ગોળીબારની માહિતી મળી હતી. ત્યાર બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસને ઘટના સ્થળેથી લોહીમાં લથપથ શરદનો મૃતદેહ પુલમાંથી મળી આવ્યો હતો.
યુવકને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. શરદનાં શરીર પરથી ગોળીઓનાં નિશાન જોઇ શકાય છે. હાલ પોલીસ આ મુદ્દે તપાસ કરી રહી છે. જો કે હજી સુધી આ મુદ્દે કોઇ પણ વ્યક્તિની ધરપકડ થઇ નથી. ઘટના નજરે જોનારા લોકોના અનુસાર તેમણે રેસ્ટોરન્ટમાં 5 ગોળીઓ ચાલવાનો અવાજ સાંભળ્યો હતો. શરત કંસાસમાં રહેતો હતો અને હાયર સ્ટડીઝ માટે તેણે મિસૂરી યૂનિવર્સિટીમાં એડમિશન લીધું હતું.
યુવાન પુત્રનું મોત થવાનાં કારણે વારંગલમાં શરતના પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે. પરિવારજનોએ રાજ્યનાં NRA મંત્રી કે.વાઇ રામરાવને આ મુદ્દે દખલ કરવા માટે તથા શક્ય તેટલી ઝડપથી શરતનાં પાર્થિવ દેહને ભારત લાવવા માટેની અપીલ કરી છે.