ભારત બહાર ભણવાની જ્યારે વાત આવે તો સૌથી પહેલા તો મગજમાં કેનેડા જ આવે છે. અહીં અભ્યાસ સાથે નોકરી કરીને સેટલ થવામાં વિદ્યાર્થીઓને ખુબ રસ હોય છે. કેનેડા પસંદ કરવાની પાછળ ઘણા કારણ છે જેમ  કે અન્ય દેશોની સરખામણીમાં તે ઓછું મોંઘુ હોય છે, અહીંની ફોર્માલિટીઝ અન્યની સરખામણીએ સરળતાથી પૂરી થાય છે. સૌથી મોટી વાત એ છે કે અહીંથી અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને અહીં સરળતાથી પ્લેસમેન્ટ પણ મળી જાય છે. આ જ કડીમાં કેનેડાની એક એવી કોલેજ નજરમાં આવી છે જેને ભારતીય વિદ્યાર્થીઓ ખુબ પસંદ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કોલેજ છે મનપસંદ
કેનેડાની આ Northern College અહીંના ઓન્ટારિયોના એક આંતરિયાળ શહેર ટિમિન્સમાં છે. તે શહેરથી ખુબ દૂર છે જ્યાં પહોંચવામાં ખુબ સમય પણ લાગે છે. પરંતુ અહીં વિદ્યાર્થીઓની તો લાઈન લાગે છે. ટીઓઆઈના એક રિપોર્ટ મુજબ અહીં ભણતા વિદ્યાર્થીઓમાંથી 80 ટકાથી વધુ તો ભારતીય વિદ્યાર્થીઓ છે. અહીં 82 ટકા જેટલા ભારતીય  વિદ્યાર્થીઓ છે. 


કોલેજ માટે ઠીક છે કે નહીં?
એ જ પ્રકારે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પર કોલેજની નિર્ભરતાને ઠીક ગણવામાં આવતી નથી. તેમાં પણ ભારતીય વિદ્યાર્થીઓ પર  કોલેજની આ ડિપેન્ડેબિલિટીને કોલેજના સર્વાઈવલ માટે જોખમ તરીકે જોવામાં આવી રહ્યું છે. હાલમાં જ થોડા સમય પહેલા કેનેડા અને ભારત વચ્ચે ડિપ્લોમેટિક વિવાદ થયો. જો આવી કોઈ સ્થિતિ ઊભી થાય અને વિવાદમાં કઈક એવું થાય કે ભારતીય વિદ્યાર્થીઓ ન જઈ શકે તો કોલેજ કેવી રીતે ચાલી શકે કારણ કે બધા વિદ્યાર્થીઓ તો ભારતીય છે. 


ક્લાસમાં મોટાભાગે પંજાબી અને ગુજરાતીઓ
આ કોલેજ ટોરેન્ટોથી 8 કલાકના અંતર પર છે. અહીં રૂરલ ઓન્ટારિયોની સરખામણીમાં મોટાભાગના વિદ્યાર્થીઓ ભારતના છે. અહીં કેફેટેરિયામાં ઈંગ્લિશની જગ્યાએ હિન્દી, પંજાબી અને ગુજરાતી વધુ સંભળાય છે. 


ભારત જેવી ફિલિંગ
અહીં અભ્યાસ કરતા મોટાભાગના વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમને કેમ્પસથી લઈને કેફેટેરિયામાં ભારત જેવી  ફિલિંગ આવે છે. આસપાસ મોટાભાગે ઈન્ડિયન છે. ત્યાંની જ ભાષા બોલે છે અને ખાવાનું પણ ભારતીય મળે છે. કોલેજની આજુબાજુ બે ભારતીય હોટલ પણ છે જે ઈન્ડિયન ફૂડ સર્વ  કરે છે. કોલેજનો અભ્યાસ પણ સારો છે. આ જ કારણ છે કે મોટાભાગના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે આવવા માંગે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube