`હવે અમારો વારો...`, અડધા લંડન પર ભારતીયોનો કબજો? શું કહે છે રિપોર્ટ, સોશિયલ મીડિયા પર જશ્નનો માહોલ
Indian property ownership in London:mલંડનમાં સંપત્તિના માલિક તરીકે ભારતીયોએ બ્રિટિશ લોકોને પાછળ છોડી દીધા છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ બાદ સોશિયલ મીડિયા પર ઘણી રમુજી અને ગંભીર પ્રતિક્રિયાઓ આવી રહી છે.
Indian property ownership in London: કેટલાક લોકોએ એવું કહીને ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે કે અંગ્રેજોએ ભારત પર 200 વર્ષ રાજ કર્યું, હવે અમારો વારો છે આ અમે નહીં પરંતુ કેટલાક ઈન્ટરનેટ યુઝર્સે કહ્યું છે. હકીકતમાં લંડન સ્થિત એક પ્રોપર્ટી ડેવલપરે તાજેતરમાં એક રિપોર્ટ બહાર પાડ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે લંડનમાં સૌથી વધુ સંપત્તિના માલિકો હવે ભારતીયો છે. આ અહેવાલ બાદ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનું ઘોડાપૂર આવ્યું છે.
રિપોર્ટમાં શું થયો ખુલાસો?
આ રિપોર્ટ ગયા મહિને Barratt London નામના પ્રોપર્ટી ડેવલપર દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. જે મુજબ લંડનમાં ભારતીય મિલકત ખરીદનારાઓને અલગ-અલગ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. આમાં વર્ષોથી યુકેમાં રહેતા ભારતીય મૂળના રહેવાસીઓ NRI, વિદેશી રોકાણકારો અને શિક્ષણ માટે યુકેમાં આવતા લોકોનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર છેલ્લા કેટલાક વર્ષોમાં લંડનમાં ભારતીય મૂળના લોકો ધીમે ધીમે તેમની સંપત્તિમાં વધારો કરી રહ્યા છે. આ માહિતી બ્રિક્સ ન્યૂઝના સત્તાવાર X હેન્ડલ દ્વારા શેર કરવામાં આવી હતી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીયો પછી લંડનમાં સૌથી મોટી સંપત્તિના માલિક બ્રિટિશ અને પછી પાકિસ્તાની છે. જ્યાં ભારતીય લોકો મોટાભાગે રૂ. 3 કરોડથી રૂ. 4.7 કરોડનું રોકાણ કરીને એપાર્ટમેન્ટ અને મકાનો ખરીદી રહ્યા છે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકો ફની રીતે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ
કેટલાક લોકોએ તેને ઈતિહાસ સાથે જોડીને પ્રતિક્રિયા પણ આપી હતી. એક યુઝરે લખ્યું, આ કર્મા છે, અંગ્રેજોએ ભારત પર 200 વર્ષ સુધી ગેરકાયદેસર રીતે શાસન કર્યું, હવે ભારતીયો કાયદેસર રીતે બ્રિટનના માલિક બની રહ્યા છે અને તે પણ સંપૂર્ણપણે સ્પર્ધાત્મક માહોલમાં. અન્ય યુઝરે કહ્યું, તમે જે વાવો છો તે લણશો. ત્રીજા યુઝરે લખ્યું છે કે, બ્રિટિશ એક સમયે અડધા વિશ્વની માલિકી ધરાવતા હતા અને હવે તેઓ લંડનના અડધાથી પણ ઓછા ભાગની માલિકી ધરાવે છે.
આ અહેવાલ અને આ પ્રતિક્રિયાઓએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. લોકો આને બ્રિટિશ સામ્રાજ્યના અંત અને ભારતીયોના ઉભરતા પ્રભાવ તરીકે જોઈ રહ્યા છે. જો કે આ અહેવાલ માત્ર એક જ પાસાને પ્રતિબિંબિત કરે છે, તે સ્પષ્ટ છે કે સંપત્તિમાં ભારતીય સમુદાયનો વધતો હિસ્સો હવે એક મહત્વપૂર્ણ મુદ્દો બની ગયો છે. જ્યાં લોકો તેને બ્રિટિશ સામ્રાજ્યના અંત અને ભારતીયોના વધતા પ્રભાવ તરીકે જોઈ રહ્યા છે.