અમેરિકા-ઈરાનના ઝઘડા વચ્ચે ઓમાનની ખાડીમાં ફસાયુ ભારતનું INS ત્રિખંડ, વિદેશ મંત્રાલયની એડવાઈઝરી જાહેર
ઈરાન અને અમેરિકાની વચ્ચે વધી રહેલા ટેન્શનને જોતા ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, યુદ્ધપોત INS ત્રિખંડ ઓમાનની ખાડીમાં તૈનાત છે, જો જરૂર પડી તો ઈરાકથી ભારતીયોને INS ત્રિખંડ પરથી રેસ્ક્યૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, ગત શુક્રવારે બગદાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અમેરિકાના હવાઈ હુમલામાં ઈરાનના સેનાના કમાન્ડર કાસીમ સુલેમાની (Qasem Soleimani) ના મોત થયા બાદ ઈરાન (Iran) દ્વારા ઈરાક (Iraq)માં અમેરિકી સેનાના ઠેકાણાઓ પર મિસાઈલ હુમલા કરવામાં આવ્યા છે. તેનાથી ખાડી દેશોમાં વધતા તણાવને જોતા કેન્દ્ર સરકારે ઈરાક જનારા મુસાફરો માટે બુધવારે સૂચનો જાહેર કર્યા છે.
અમદાવાદ :ઈરાન અને અમેરિકાની વચ્ચે વધી રહેલા ટેન્શનને જોતા ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, યુદ્ધપોત INS ત્રિખંડ ઓમાનની ખાડીમાં તૈનાત છે, જો જરૂર પડી તો ઈરાકથી ભારતીયોને INS ત્રિખંડ પરથી રેસ્ક્યૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, ગત શુક્રવારે બગદાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અમેરિકાના હવાઈ હુમલામાં ઈરાનના સેનાના કમાન્ડર કાસીમ સુલેમાની (Qasem Soleimani) ના મોત થયા બાદ ઈરાન (Iran) દ્વારા ઈરાક (Iraq)માં અમેરિકી સેનાના ઠેકાણાઓ પર મિસાઈલ હુમલા કરવામાં આવ્યા છે. તેનાથી ખાડી દેશોમાં વધતા તણાવને જોતા કેન્દ્ર સરકારે ઈરાક જનારા મુસાફરો માટે બુધવારે સૂચનો જાહેર કર્યા છે.
કેન્દ્ર સરકાર ભારતીયોને ઈરાકની બિનજરૂરી યાત્રાથી બચવા માટે કહેવામાં આવ્યું છે. કેન્દ્રએ આ ઉપરાંત ઈરાકમાં રહેતા એનઆરઆઈ સમુદાયને પણ સતર્ક રહેવા અને ત્યાં યાત્રાથી બચવા માટે કહેવાયું છે. તો સરકાર તરફથી ભારતય એરલાઈન્સને કહેવામાં આવ્યું છે કે, તે ગલ્ફ એર રુટ પર જવાથી બચે.
હકીકતમાં, મધ્ય ઈરાકમાં બુધવારે સવારે (સ્થાનિક સમયાનુસાર) અસ અસદ એરબેઝ પર ઓછામાં ઓછા ડઝનેકથી વધુ રોકેટ હુમલા કરવામાં આવ્યા. જ્યાં અનેક અમેરિકન સૈનિકો તૈનાત છે. આવુ ઈરાન દ્વારા પહેલીવાર કરવામાં આવેલો જવાબી હુમલો હતો. ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહ અમેરિકાએ ડ્રોન હુમલામાં ઈરાની કુદ્સ ફોર્સના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીને મારવામાં આવ્યો હતો. જેના બાદથી અમેરિકા અને ઈરાનના સંબંધોમાં તંગદીલી આવી ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
વર્લ્ડના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....