વોશિંગ્ટન: ભારતના રિટેઈલરી ટેરિફ લાદવાનાની અમેરિકાની નિકાસ પર ખરાબ અસર પડશે. અમેરિકાની લગભગ 90  કરોડ ડોલરની નિકાસ પ્રભાવિત થશે. અમેરિકા દ્વારા ભારતીય  કૃષિ ઉત્પાદનોની આયાત પર લગાવેલા ટેક્સના જવાબમાં ભારતે આ પગલું  લીધુ છે. જે ભારતે સફરજન, બદામ અને મસૂર સહિત અન્ય અમેરિકી કૃષિ ઉત્પાદનો પર ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ રજુ કર્યો છે. અમેરિકાના એક સંસદીય રિપોર્ટમાં આ વાત જણાવાઈ છે. અમેરિકા દ્વારા સ્ટિલ અને એલ્યુમિનિયમ પર ટેક્સ લગાવાયા બાદ ભારતે ગત વર્ષ અમેરિકી ઉત્પાદનો પર જવાબી પગલું લેતા આ જાહેરાત કરી હતી. જેમાં સફરજન, બદામ, અખરોટ અને ચણા સામેલ છે. જો કે ટેક્સ લાગુ થવાની તિથિ સતત આગળ વધારવામાં આવતી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકી સંસદની સીઆરએસએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે ચીન, યુરોપીય સંઘ, તુર્કી, કેનેડા અને મેક્સિકોના રિટેઈલરી ટેરિફના દાયરામાં 800થી વધુ અમેરિકી ખાદ્ય અને કૃષિ ઉત્પાદનો આવે છે. સીઆરએસએ ટ્રમ્પ સરકારના ટેક્સ લગાવવાની પ્રતિક્રિયા પર પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે ભારતે અમેરિકી ખાદ્ય અને કૃષિ ઉત્પાદનો પર ટેક્સ લગાવવાની ધમકી આપી છે. જો કે બંને દેશો વચ્ચે ચાલી રહેલી વાતચીતને ધ્યાનમાં રાખતા ટેક્સ લગાવવાની તારીખ અનેકવાર આગળ વધારાઈ છે. હવે 31 જાન્યુઆરી 2019 તારીખ નક્કી કરાઈ છે. 


સીઆરએસએ કહ્યું કે અમેરિકાએ ભારતને 2017માં કુલ 1.8 અબજ ડોલરના કૃષિ ઉત્પાદનોની નિકાસ કરી હતી. ભારતે જે ઉત્પાદનો પર ટેક્સ લગાવવાની જાહેરાત કરી છે તેનું મૂલ્ય 85.7 કરોડ ડોલર છે. અમેરિકાના ખેડૂતો ખાસ કરીને બદામ ઉગાડનારા ખેડૂતો ભારતના આ રિટેઈલરી ટેરિફની ધમકીને મહેસૂસ કરી રહ્યાં છે. 


નોંધનીય છે કે 23 માર્ચ 2018માં યુએસએ સ્ટીલની આયાત પર 25 ટકા અને એલ્યુમિનિયમની આયાત પર 10 ટકા ટેક્સ લગાવ્યો હતો. ત્યારબાદ અનેક દેશોએ અમેરિકાના ફૂડ પ્રોડક્ટ્સ પર ટેક્સ લગાવી દીધો હતો. જો કે ભારત જવાબી કાર્યવાહી કરવામાં મોડું કરી રહ્યાં છે. આ ટેક્સની જાહેરાત 6 મહિના અગાઉ વર્ષ ઓક્ટોબરમાં ટ્રમ્પે ભારતને ટેરિફ કિંગ કહ્યો હતો. 


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...