Indonesia: ફૂટબોલ મેચની હાર પચાવી ન શકતા મેદાન પર મોતનું તાંડવ, મોટા પાયે થયેલી હિંસામાં 174 લોકોના મોત
Indonesia Football Match Violence: એક ફૂટબોલ મેચ દરમિયાન એટલી ભયંકર હિંસા થઈ કે તેમાં અનેક લોકોના જીવ હોમાઈ ગયા. આ વાત છે ઈન્ડોનેશિયાની, અહીં મેચ દરમિયાન થયેલી હિંસામાં અત્યાર સુધીમાં 174 લોકોએ જીવ ગુમાવ્યા. આ ઉપરાંત અનેક લોકો ઘાયલ થયા છે. એક ટીમ મેચ હારી ગયા બાદ આ હિંસા ભડકી ઉઠી હતી.
Indonesia Football Match Violence: એક ફૂટબોલ મેચ દરમિયાન એટલી ભયંકર હિંસા થઈ કે તેમાં અનેક લોકોના જીવ હોમાઈ ગયા. આ વાત છે ઈન્ડોનેશિયાની, અહીં મેચ દરમિયાન થયેલી હિંસામાં અત્યાર સુધીમાં 174 લોકોએ જીવ ગુમાવ્યા. આ ઉપરાંત અનેક લોકો ઘાયલ થયા છે. એક ટીમ મેચ હારી ગયા બાદ આ હિંસા ભડકી ઉઠી હતી. એએફપી ન્યૂઝ એજન્સીએ પોલીસના હવાલે આ જાણકારી આપી. પૂર્વ જાવામાં એક મેચ દરમિયાન ટીમ હારી જતા નારાજ થયેલા ફેન્સે ફૂટબોલ મેદાન પર પહોંચીને હુમલો કર્યો. મૃતકોમાં બે પોલીસકર્મી પણ સામેલ છે. ન્યૂઝ એજન્સીએ પૂર્વ જાવાના પ્રમુખ નિકો અફિન્ટાના હવાલે જણાવ્યું કે સ્ટેડિયમની અંદર જ 34 લોકોએ જીવ ગુમાવ્યા. બાકીના લોકોના હોસ્પિટલમાં મોત થયા.
કેમ ભડકી હિંસા?
ઈન્ડોનેશિયામાં Persebaya Surabaya એ Arema FC ને 3-2થી હરાવીને ફૂટબોલ મેચ જીતી લીધી હતી. ત્યારબાદ Arema FC ના હજારો ફેન્સ મેદાનમાં ઘૂસી ગયા અને હિંસા શરૂ કરી દીધી. સ્થાનિક પોલીસ અને ઈન્ડોનેશિયાના સશસ્ત્ર દળો મેદાનમાં પહોંચ્યા અને Persebaya Surabaya ના ખેલાડીઓને સુરક્ષા આપવામાં આવી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube