નવી દિલ્હી: ઇન્ડોનેશિયામાં સોમવાર સવારે થયેલી વિમાન દુર્ધટનામાં એરલાયન્સ કંપનીના એક મોટા અધિકારીએ મોટો ખુલાસો કર્યો છે. કંપનીના અધિકારીએ આ ઘટના પછી કહ્યું છે કે જો વિમાન દુર્ધટનાગ્રસ્ત થયું છે, તેની આગઉ ઉડના દરમિયાન ટેકનિકલ ખામી સર્જાઇ હતી. જોકે કંપનીની પ્રક્રિયા અંતર્ગત તેનું સમારકામ કરવામાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીના અધિકારી એડ્વર્ડ સિરાતે જણાવ્યું હતું કે આ વિમાને સોમવારે ઉડાનથી પહેલા બીજી મુસાફરી કરી હતી. તેમનું કહેવું છે કે આ વિમાને તેની અગાઉની ઉડાન હેઠળ ડેનપાસરથી સેન્ગકારેન્ગ (જકાર્તા)ની મુસાફરી કરી હતી. તે દરમિયાન તેમાં ટેકનિકલ ખામી સામે આવી હતી. પરંતુ પ્રોસીઝરના હેઠળ આ ટેકનિકલ ખામીને દુર કરવામાં આવી હતી. તે દરમિયાન તેમણે જણાવ્યું ન હતું કે ટેકનિકલ ખામી શું હતું.


અધિકારીએ જણાવ્યું કે જે મોડલનું વિમાન સોમવારે દુર્ધટનાગ્રસ્ત થયું છે, લોયન એરની પાસે તેજ મોડલના 11 વિમાન છે. આ વિમાન બોઇન્ગ 737 મેક્સ 8 મોડલનું છે. પરંતુ આ વિમાનના ઉપરાંત 10 વિમાનોમાં આ પ્રમાણેની કોઇપણ ટેકનિકલ ખામી જોવા મળી હતી. તેમણે કહ્યું કે જોકે ભવિષ્યમાં આ 10 વિમાનોની સેવાઓ બંધ કરવાને લઇ કોઇ નિર્ણય કર્યો નથી.


તમને જણાવી દઇએ કે ઇન્ડોનેશિયામાં સોમવાર સવારે મોટી વિમાન દૂર્ધટના સર્જાઇ હતી. આ ઇન્ડોનેશિયાન એરલાયન્સનું વિમાન સોમવાર સવારથી ગુમ થયા બાદ જાવા દરિયામાં ક્રેશ થઇ ગયું હતું. વિમાનનો કાટમાળ મળી ગયો છે. ઘટના સ્થળ પર રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. વિમાનમાં 189 યાત્રી સવાર હતા. આ ઘટના બાદ ઇન્ડોનેશિયન એનર્જી ફર્મ પર્ટેમિનાના અધિકારીઓએ આ દૂર્ધટનાની પૂષ્ટી કરી હતી. સાથે તેમણે તેમના નિવેદનમાં કહ્યું હતું કે જાવા દરિયાના કિનારા પર દુર્ઘટનાગ્રસ્ત વિમાનનો કાટમાળ મળ્યો છે. તેમાં વિમાનની સીટો પણ શામેલ છે.


દુનિયાના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...