નવી દિલ્હી: ઈન્ડોનેશિયામાં આજે ફરી એકવાર સુનામીએ કહેર વર્તાવ્યો છે. જ્વાળામુખીમાં વિસ્ફોટ થતા સમુદ્રમાં સુનામીનું તાંડવ જોવા મળ્યું છે.એએફપી ન્યૂઝ એજન્સીએ અધિકારીઓને ટાંકીને મૃતકોનો આંકડો 168 જણાવ્યો છે.  આ સાથે જ અનેક લોકો ઘાયલ થયા છે. ગંભીરતા જોતા મૃતકોની સંખ્યા વધી શકે છે. કહેવાય છે કે જ્વાળામુખીના વિસ્ફોટ બાદ સમુદ્ર નીચે હલચલ થઈ અને તેનાથી સમુદ્રની નીચે ભૂસ્ખલન થયું. આ કારણે સુનામીની લહેરો ઉઠી અને કહેર વર્તાવ્યો. 


આ સુનામીની લહેરોએ શનિવારે લગભગ 9.30 વાગ્યે ઈન્ડોનેશિયાના દક્ષિણ સુમાત્રા અને પશ્ચિમ જાવાના સમુદ્રી વિસ્તારોમાં કહેર વર્તાવ્યો. તેની ચપેટમાં આવવાથી અનેક ઈમારતો પણ ક્ષતિગ્રસ્ત થઈ છે. અધિકારીઓએ આ સુનામી ક્રેકટો જ્વાળામુખીના ચાઈલ્ડ કહેવાતા અનક ક્રેકટો જ્વાળામુખ ફાટવાના કારણે આવ્યો હોવાનું અનુમાન લગાવ્યું છે. આ ઘટના બાદ ઈન્ડોનેશિયાની જિયોલોજિકલ એજન્સી તેની તપાસમાં લાગી છે. 


દુનિયાના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...