ઇન્ડોનેશિયામાં આવ્યો 7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર કરાઇ
ઇંડોનેશિયામાં રવિવારે 7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જો કે તેમાં અત્યાર સુધી કોઇ પણ જાન-માલના નુકસાનનાં સમાચાર નથી
નવી દિલ્હી : ઇન્ડોનેશિયામાં રવિવારે સાંજે ભારતીય સમયાનુસાર સાંજે 05.16 વાગ્યે ભૂકંપના તિવ્ર ઝટકાઓ અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7ની નોંધાઇ છે. તીવ્ર ઝાટકાઓનાં કારણે હવે સુનામીનો ખતરો પણ પેદા થયો છે. જેના પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અમરિકાના જિયોલોજીકલ સર્વે અનુસાર ભૂકંપનુ કેનદ્ર લંબોક આયલેન્ડની પાસે હોવાનું નોંધાયું છે. મળતી માહિતી અનુસાર ભૂકંપનુ કેન્દ્ર જમીનથી 15 કિલોમીટર નીચે હતું. અધિકારીઓએ સુનામીની ચેતવણી ઇશ્યું કરતા લોકોને સમુદ્રની આસપાસ નહી જવા માટેની અપીલ કરી છે. જો કે શરૂઆતી માહિતીમાં હાલ કોઇ પણ પ્રકારના જાન-માલના નુકસાનના સમાચાર નથી. ભૂકંપના તિવ્ર ઝટકાઓ અનુભવાવા અંગે લોકોનાં ઘરો, હોટલ અને રેસ્ટોર્ટની બહાર નિકળી ગયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂકંપના તિવ્ર ઝટકાઓ અનુભવાવામાં કોઇ પણ પ્રકારના જાનમાલના નુકસાનના સમાચાર નથી. એક અઠવાડીયા પહેલા જ આ દ્વીપ પર આવેલા ભૂકંપમાં 17 વ્યક્તિઓનાં મોત થઇ ગયા હતા. તે સમયે ભૂકંપની તીવ્રતા 6.4 નોંધાઇ હતી.