224 કરોડના ઘરમાં રહીને પરેશાન થઇ ગઇ ગયો આ વ્યક્તિ, 16 વર્ષ પહેલાં છોડ્યું, હવે 30 કરોડ કરોડ વેચ્યું
પોતાના સુપરસાઇઝ ઘર અને લક્ઝરી હવેલીમાં રહેતા-રહેતાં એક વ્યક્તિ એટલો હેરાન થવા લાગ્યો કે તેણે ઘર ખાલી કરી દીધું. 26 હજાર સ્ક્વેર ફૂટમાં બનેલા આ ઘરમાં લક્ઝરીની દરેક વસ્તુ હતી, પરંતુ આ બધી વસ્તુઓ છોડીને તેનો માલિક એક નાનકડા ઘરમાં રહેવા ગયો.
નવી દિલ્હી: પોતાના સુપરસાઇઝ ઘર અને લક્ઝરી હવેલીમાં રહેતા-રહેતાં એક વ્યક્તિ એટલો હેરાન થવા લાગ્યો કે તેણે ઘર ખાલી કરી દીધું. 26 હજાર સ્ક્વેર ફૂટમાં બનેલા આ ઘરમાં લક્ઝરીની દરેક વસ્તુ હતી, પરંતુ આ બધી વસ્તુઓ છોડીને તેનો માલિક એક નાનકડા ઘરમાં રહેવા ગયો.
ઘરમાં જ હતું થિયેટર
ડેલી સ્ટારના સમાચાર અનુસાર અમેરિકામાં સ્થિત વ્હાઇટ હાઉસમાં સિનેમા, એક ઇન્ડોર પૂલ, એક જિમ, એક પુસ્તકાલય અને એક ભવ્ય વળાંકવાળી સીડી છે. ચિત્રોમાં દરેક તરફ સફેદ પથ્થરના કુતરા સાથે એક સફેદ ચિમની દેખાય છે. દરેક રૂમમાં કાં તો ઝુમ્મર અથવા સીલિંગ સ્પોટલાઇટ્સ છે.
મોટા ઘરમાં આવતી ન હતી મજા
ફેસબુક પર ભવ્ય ઘરનો એક સંક્ષિપ્ત ઇતિહાસ આપતા, ઓક્લાહોમાના એક વ્યક્તિએ દાવો કર્યો કે આ 26,000 ચોરસ ફૂટનું ઘર એક સમયે ખૂબ જ શ્રીમંત પરિવારની માલિકીનું હતું. જેણે એક દિવસ માત્ર નિર્ણય લીધો કે હવે આ ઘરમાં મજા આવતી નથી અને તેને એક નાનું ઘર જોઈએ છે.
16 વર્ષથી ખાલી પડેલું ઘર
ત્યારબાદ 2005 માં ઘર ખાલી કરીને વેચવા માટે છોડી દીધું હતું. તે સમયે માલિક દ્વારા તે ઘરની કિંમત 224 કરોડ રૂપિયા હતી. આટલું વૈભવી ઘર તે સમયે વેચાયું ન હતું અને ઘરમાં કાટ લાગવ લાગ્યો હતો. વાવાઝોડાના લીધે તેનો કાચ તૂટી ગયો અને ઓરડો અસ્તવ્યસ્ત થઈ ગયો. 16 વર્ષ સુધી ખાલી પડ્યા બાદ આખરે આ ઘર 30 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યું.
30 કરોડમાં વેચાયું લક્ઝરી ઘર
ઘરમાં એક સુંદર ડબલ સાઇડેડ ભવ્ય સીડી છે અને મધ્યમાં ખૂબ જ સુંદર લિફ્ટ છે. ત્યાં 50-ફૂટનો લેપ પૂલ, એક સંપૂર્ણ હોમ થિયેટર, તેમજ જિમ અને રેસ્ટોરન્ટ-ક્વોલિટી રસોડું છે. અહીં એક વાઈન રૂમ પણ છે જેમાં 3700થી વધુ દારૂની બોટલો રાખવામાં આવી હતી. આ એક અદ્ભુત ઘર છે. 2021માં આ હવેલીને 30 કરોડ રૂપિયામાં એક માલિક મળ્યો. જૂના માલિકને જોઈને સારું લાગ્યું કે હવે તેની મિલકત બરબાદ થઈ રહી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube