અંતરિક્ષની દુનિયા એટલી રહસ્યોથી ભરેલી છે કે આપણને તેને સમજવામાં કેટલાય વર્ષો લાગી ગયા છે અને હજુ કેટલાક વર્ષ લાગશે. રોજ તે અંગે નવી નવી જાણકારીઓ સ્પેસ એજન્સી ભેગી કરે છે. આમ છતાં ઓછી જ છે. આ જ કડીમાં ભારતના ચંદ્રયાન 3 મિશને પણ મહત્વપૂર્ણ જાણકારીઓ મોકલવાની શરૂ કરી દીધી છે. જેમાંથી એક છે ચંદ્રની સપાટીનું તાપમાન, જે અપેક્ષા કરતા ઘણું વધુ નિકળ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચંદ્ર સૂર્ય મંડળનો પાંચમો સૌથી મોટો ઉપગ્રહ છે. અહીં મોકલવામાં આવેલા ચંદ્રયાન 3 મુજબ ચંદ્રનું તાપમાન 70 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી છે. જ્યારે વૈજ્ઞાનિકોને તે 30 સેન્ટીગ્રેડ હોવાની આશા હતી. આ તો વાત કરી સૂર્ય મંડળના ઉપગ્રહની. આજે અમે તમને એ નવ ગ્રહના તાપમાનની જાણકારી આપીશું જે અંતરિક્ષમાં છે અને જ્યાં માણસ જીવનની શોધ કરી રહ્યો છે. 


9 ગ્રહોનું ન્યૂનતમ તાપમાન
NASA Planetary Fact Sheet તરફથી 15 ફેબ્રુઆરી 2022ના રોજ પબ્લિશ કરાયેલા દસ્તાવેજ મુજબ અંતરિક્ષમાં રહેલા 9 ગ્રહોનું તાપમાન એકબાજા કરતા બિલકુલ અલગ છે. કેટલાક તો એવા છે કે જે બાળી મૂકવાની ક્ષમતા ધરાવે છે જ્યારે કેટલાક થીજી દેવાની. ફક્ત પૃથ્વી જ એક એવો ગ્રહ છે જ્યાં રહેવા લાયક તાપમાન છે અને માહોલ પણ. પૃથ્વીનું તાપમાન 15 ડિગ્રી સેન્ટીગ્રેડ  (59°F) છે. જે જીવન માટે આદર્શ પરિસ્થિતિ કહી શકાય. બીજો ગ્રહ મંગળ છે જ્યાં જીવનની શોધ થઈ રહી છે. અત્રે જણાવવાનું કે તેનું તાપમાન -65 ડિગ્રી સેન્ટીગ્રેડ(-85°F) છે. જે રહેવા માટે ખુબ ઓછું તાપમાન છે. 


જ્યુપિટરની વાત કરીએ તો તેનું તાપમાન -110 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે કે -166°F છે. જ્યારે સૌથી સુંદર દેખાતા ગ્રહ શનિનું તાપમાન -140 ડિગ્રી સેન્ટીગ્રેડ (-220°F) છે. સાતમા ગ્રહ યુરેનસની વાત કરીએ તો તેને બરફનો ગોળો જ કહેવાય છે. કારણ કે તેનું તાપમાન -195 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે કે -320°F છે. આ જ હાલ નેપ્ચ્યુન અને પ્લુટોના પણ છે જ્યાં ક્રમશ: -200 ડિગ્રી સેન્ટીગ્રેડ અને  -225 ડિગ્રી સેન્ટીગ્રેડ  તાપમાન રહે છે. સાધારણ ભાષામાં કહીએ તો ત્યાં અવરજવર કરી શકાય નહીં. 


આ ગ્રહ પર તો બળીને ખાખ થઈ જશો
આ તો અત્યંત ઠંડા ગ્રહોની વાત થઈ. પણ સૂર્ય મંડળમાં બે ગ્રહ એવા પણ છે જ્યાં ઊભા રહેવાની કલ્પના પણ ન કરી શકો. જેમાંથી એક ગ્રહ છે બુધ જયાં તાપમાન 167 ડિગ્રી સેન્ટીગ્રેડ હોઈ શકે છે. જ્યારે બીજો ગ્રહ છે વીનસ એટલે કે શુક્ર જ્યાં તાપમાન 464 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. અહીં  કોઈ ઊભા રહેવાની કલ્પના પણ ન કરી શકો. કારણ કે તે સૂર્યની સૌથી નજીક છે અને કાર્બન ડાયોક્સાઈડની માત્રા સૌથી વધુ છે. 


 લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube