Coronavirus: કોરોનાકાળમાં લોકડાઉન સમયે જન્મેલા બાળકોમાં જોવા મળી આ ખાસ વિશેષતા, ચોંકાવનારો દાવો!
Covid-19 Impact On Health: આયરલેન્ડની યુનિવર્સિટી કોલેજ કોર્કના રિસર્ચર્સનું કહેવું છે કે લોકડાઉન દરમિયાન જન્મેલા બાળકો અન્ય બાળકો કરતા અલગ છે. તેમના પેટના માઈક્રોબાયોમ અન્ય બાળકો કરતા અલગ મળી આવ્યા છે.
Covid-19 Impact On Health: કોવિડ 19ના સંક્રમણની આગળ જ્યાં અનેક લોકોની રોગ પ્રતિકારક શક્તિએ ઘૂંટણિયા ટેકી દીધા ત્યાં આ સમય દરમિયાન જન્મેલા બાળકો બીમારીઓ સામે લડવામાં જબરદસ્ત પાવરધા જોવા મળ્યા છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે લોકડાઉનમાં જન્મેલા બાળકો અન્ય બાળકોની સરખામણીમાં બહુ ઓછા બીમાર પડી રહ્યા છે. તેમની ઈમ્યુનિટી અન્ય સમયગાળામાં જન્મેલા બાળકોની સરખામણીમાં વધુ મજબૂત છે.
આયરલેન્ડની યુનિવર્સિટી કોલેજ કોર્કના રિસર્ચર્સનું કહેવું છે કે લોકડાઉન દરમિયાન જન્મેલા બાળકો અન્ય બાળકો કરતા અલગ છે. તેમના પેટના માઈક્રોબાયોમ અન્ય બાળકો કરતા અલગ મળી આવ્યા છે. જેના કારણે આ બાળકોમાં એલર્જીની સમસ્યા તુલનાત્મક રીતે ખુબ ઓછી છે.
શું હોય છે માઈક્રોબાયોમ
NIH મુજબ એક સ્વસ્થ અવસ્થામાં આંતરડાના માઈક્રોબાયોટામાં અસંખ્ય હકારાત્મક કાર્યો હોય છે જેમાં ખોરાકના અપાચ્ય ઘટકોના ચયાપચયમાંથી ઊર્જાની પુન:પ્રાપ્તિ, ચેપ સામે રક્ષણ અને રોગપ્રતિકારક તંત્રનું મોડ્યુલેશન સામેલ છે.
સ્ટડીમાં સામે આવી આ વાત
રિસર્ચમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે એક વર્ષમાં કોવિડમાં પેદા થનારા બાળકોમાં ફક્ત 5 ટકા જ એલર્જીના મામલા જોવા મળ્યા. જ્યારે પહેલા આ આંકડો 22.8 ટકા સુધી પહોંચી જતો હતો. એટલું જ નહીં આ બાળકોમાં ફક્ત 17 ટકા બાળકો જ એક વર્ષમાં એન્ટીબાયોટિક્સ લેવી પડી. પહેલા આ દર 80 ટકા હતો.
બાળકોમાં મળ્યા નેચરલ એન્ટીબાયોટિક
લોકડાઉનમાં જન્મેલા બાળકોની ઈમ્યુનિટી સ્ટ્રોંગ હોવાનું સૌથી મોટું કારણ છે તે દરમિયાન પ્રદૂષણની કમી. કારણ કે લોકડાઉનમાં બધુ જ બંધ હતું. જેના કારણે પોલ્યુશનનું સ્તર નહિવત હતું. અને બાળકોના ફેફસામાં ઓછો કચરો ગયો.