International Day of Families 2020 : પરિવાર જ સૃષ્ટિનો પાયો છે. પરિવાર વગર માણસની કલ્પના પણ અધૂરી છે. દુનિયા હાલ જે કોરોનાકાળમાંથી પસાર થઈ રહી છે એવામાં પરિવારનું મહત્વ વધી જાય છે. આજે એટલે કે 15 મેનો દિવસ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ (International Day of Families) તરીકે મનાવવામાં આવે છે.પરિવારનું મહત્વ, નવા સંકલ્પો, તેના પ્રત્યે જાગરૂકતા, અને પડકારોને રેખાંકિત કરવા માટે દર વર્ષે 15મી મેના રોજ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ મનાવવામાં આવે છે. સમાજની પરિકલ્પના પરિવાર વગર અધૂરી છે અને પરિવાર બનાવવા માટે લોકોએ હળીમળીને રહેવું ખુબ જરૂરી છે. આ વખતે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ 2020ની થીમ 'પરિવાર અને જળવાયુ' સંબંધ રાખવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ કેમ મનાવીએ છીએ?
જો આપણે જૂના યુગોની વાત કરીએ કે ધાર્મિક માન્યતાઓને આધારે પણ વાત કરીએ તો આજની જેમ પહેલા પણ પરિવારમાં વિખવાદ થતો હતો પરંતુ આધુનિક સમાજમાં પરિવારમાં વિખવાદ અને તૂટવું સામાન્ય બની ગયું છે. આવામાં પરિવાર ન તૂટે તે કારણથી આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ મનાવવામાં આવે છે. પરિવાર વચ્ચે રહેવાથી તમે તણાવમુક્ત રહી શકો છો. સાથે જ તમે એકલાપણું કે ડિપ્રેશનનો શિકાર પણ થતા નથી. એટલું જ નહીં પરિવાર સાથે ર હેવાથી તમે અનેક સામાજિક બદીઓથી દૂર રહી શકો છો. આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસનો મુખ્ય હેતુ યુવાઓને પરિવાર પ્રત્યે જાગૃત કરવાનો છે જેથી કરીને યુવાઓ પોતાના પરિવારથી દૂર ન થાય


આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની શરૂઆત
વર્ષ 1993માં સંયુક્ત રાષ્ટ્ર જનરલ એસેમ્બલીએ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ મનાવવાની શરૂઆત કરી હતી. ત્યારથી દર વર્ષે 15મી મેના રોજ તેને ઉજવવાની જાહેરાત થઈ. આજના દિવસે દુનિયાભરના સમુદાય કે લોકોને તેમના પરિવારો સાથે જોડવા, સામાજિક પ્રક્રિયાઓ અંગે જાગૃત કરવા, પરિવાર સંલગ્ન મુદ્દાઓ પર સમાજમાં જાગરૂકતા ફેલાવવા, પરિવાર નિયોજનની જાણકારી આપવાને લઈને આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ ઉજવવામાં આવે છે. 


જુઓ LIVE TV



શું છે થીમ
આંતરરાષ્ટ્રીય પરિવાર દિવને પહેલીવાર 1996માં મનાવવામાં આવ્યો હતો. તેની થીમ ગરીબી અને બેઘર રાખવામાં આવી હતી. તેના માધ્યમથી આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. 1996 બાદથી આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસને એક ખાસ થીમ દ્વારા મનાવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રે પણ વિશેષ થીમ આધારિત કરવાને લઈને તેને પ્રોત્સાહન આપ્યું. અત્રે જણાવવાનું કે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ 2020ની થીમ પરિવાર અને જળવાયુ સંબંધ રાખવામાં આવી છે.