આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: ઈઝરાયેલમાં સેંકડો લોકોએ કર્યો યોગ અભ્યાસ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે ઈઝરાયેલના શહેર તેલ અવીના મશહૂર હટાચાના પરિસરમાં 400થી વધુ લોકોએ વિભિન્ન આસનો કર્યાં.
તેલ અવીવ: આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે ઈઝરાયેલના શહેર તેલ અવીના મશહૂર હટાચાના પરિસરમાં 400થી વધુ લોકોએ વિભિન્ન આસનો કર્યાં. ઈઝરાયેલમાં ભારતના રાજદૂત પવન કપૂરે આ દરમિયાન સરકારને તેને વાર્ષિક કાર્યક્રમ બનાવવાની અપીલ પણ કરી.
દરેક વર્ગના લોકોએ આ સમારોહમાં ભાગ લીધો. કપૂરે લોકોને કહ્યું કે મને એ જોઈને નવાઈ લાગે છે કે યોગ ઈઝરાયેલમાં આટલું લોકપ્રિય છે. અનેક યોગ શિક્ષક અહીં છે. અલગ અલગ પ્રકારના યોગ થાય છે અને શિખવાડવામાં આવે છે. સ્કૂલ જતા પહેલાથી લઈને વર્કિંગ સ્થળ પર કરાતા યોગ સુધી.
જુઓ LIVE TV