દુબઈઃ ઈરાનમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં દેશના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના કટ્ટર સમર્થક અને કટ્ટરપંથી ન્યાયપાલિકા પ્રમુખ ઇબ્રાહિમ રાયસીએ શનિવારે મોટા અંતરથી જીત મેળવી છે. એવી પ્રતીત થાય છે કે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં દેશના ઈતિહાસમાં આ વખતે સૌથી ઓછુ મતદાન થયું છે. પ્રારંભિક પરિણામ અનુસાર રાયસીએ 1 કરોડ 78 લાખ મત પ્રાપ્ત કર્યા છે. ચૂંટણી દોડમાં એકમાત્ર ઉદારવાદી ઉમેદવાર અબ્દુલનાસિર હેમ્માતી ખુબ પાછળ રહી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે ખામેનેઈએ રાયસીના સૌથી મજબૂત વિરોધીને અયોગ્ય ગણાવી દીધા હતા, ત્યારબાદ ન્યાયપાલિકા પ્રમુખે આ મોટી જીત મેળવી છે. રાયસીની ઉમેદવારીને કારણે ઈરાનમાં મતદાતા મતદાન પ્રત્યે ઉદાસીન જોવા મળ્યા અને પૂર્વ કટ્ટરપંથી રાષ્ટ્રપતિ મહમૂદ અહમદીનેજાદ સહિત ઘણા લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનું આહ્વાન કર્યું હતું. ઈરાનના ગૃહ મંત્રાલયમાં ચૂંટણી મુખ્યાલયના પ્રમુખ જમાલ ઓર્ફે જણાવ્યુ કે, પ્રારંભિક પરિણામોમાં પૂર્વ રેવોલ્યૂશનરી ગાર્ડ કમાન્ડર મોહનિસ રેઝાઈને 33 લાખ મત પ્રાપ્ત કર્યા અને હેમ્માતીને 24 લાખ મત મળ્યા છે. 


એક અન્ય ઉમેદવાર આમિરહુસૈન ગાજીઝાદા હાશમીને 10 લાખ મત મળ્યા. ઉદારવાદી ઉમેદવાર તથા સેન્ટ્રલ બેન્કના પૂર્વ પ્રમુખ હેમ્માતી અને પૂર્વ રેવોલ્યૂશનરી ગાર્ડ કમાન્ડર મોહનિસ રેઝાઈએ રાયસીને શુભેચ્છા આપી છે. હેમ્માતીએ શનિવારે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી રાયસીને શુભેચ્છા આપી અને લખ્યુ- મને આશા છે કે તમારૂ પ્રશાસન ઈરાનને ઇસ્લામી ગણરાજ્યને ગર્વ કરવાનું કારણ પ્રદાન કરશે, મહાન રાષ્ટ્ર ઈરાનના કલ્યાણની સાથે જીવન વ્યવસ્થા અને અર્થવ્યવસ્થામાં સુધાર કરશે. રેઝાઈએ મતદાનમાં ભાગ લેવા માટે ખામેનેઈ અને ઈરાની લોકોની ટ્વીટ કરી પ્રશંસા કરી છે. 


આ પણ વાંચોઃ ચીને પાર કરી ક્રૂરતાની તમામ હદો, અલ્પસંખક કેદીઓના બોડી પાર્ટ નિકાળ્યા


રેઝાઈએ લખ્યુ- મારા આદરણીય ભાઈ આયતુલ્લા ડો. સૈયદ ઇબ્રાહીમ રાઈસીની પસંદગી દેશની સમસ્યાઓનો હલ કરવા માટે એક મજબૂત અને લોકપ્રિય સરકારની સ્થાપનાનું વચન આપે છે. ચૂંટણીમાં કોઈ ઉમેદવારની શરૂઆતમાં હાર સ્વીકાર કરી લેવી ઈરાનની ચૂંટણીમાં કોઈ નવી વાત નથી. તે વાતનો સંકેત આપે છે કે સાવધાનીથી નિયંત્રિત કરવામાં આવેલા મતદાનમાં રાયસીએ જીત હાસિલ કરી છે. કેટલાક લોકોએ આ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. આ વખતે મતદાન ટકાવારી 2017ની પાછલી રાષ્ટ્રપતિ ચૂંટણીના મુકાબલાથી ખુબ નીચે લાગી રહ્યું છે. 


રાયસીની જીતથી સરકાર પર કટ્ટરપંથીઓની પકડ વધુ મજબૂત
રાયસીની જીતની સત્તાવાર જાહેરાત બાદ તે પહેલા ઈરાની રાષ્ટ્રપતિ હશે જેના પર પદભાર સંભાવળા પહેલા જ અમેરિકા પ્રતિબંધ લગાવી ચુક્યુ છે. તેમના પર આ પ્રતિબંધ 1988માં રાજદ્વારી કેદીઓની સામૂહિક હત્યા માટે તથા આંતરરાષ્ટ્રીય સ્તર પર આલોચનાનો સામનો કરનાર ઈરાની ન્યાયપાલિકાના મુખિયા તરીકે લગાવવામાં આવ્યો હતો. રાયસીની જીતથી ઈરાન સરકાર પર કટ્ટરપંથીઓની પકડ વધુ મજબૂત થશે અને આ તેવા સમયે થશે જ્યારે પાટા પરથી ઉતરી ચુકેલી પરમાણુ કરારને બચાવવાના પ્રયાસ હેઠળ ઈરાનની સાથે વિશ્વ શક્તિઓની વિનયામાં વાર્તા જારી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube