તેહરાન : ઇરાનનાં રિવોલ્યૂશનરી ગાર્ડ્સે પાકિસ્તાન પર પોતાના સૈનિકો પર થયેલા આત્મઘાતી બોમ્બ હૂમલાના ષડયંત્રકર્તાઓને સમર્થન આપવાનો આરોપ લગાવ્યો છે. ઇરાનની સરકારી ટીવી પર અપાયેલા નિવેદનમાં આ વાત કરવામાં આવી છે. બુધવારે થયેલા આ હૂમલામાં ઇરાન રિવોલ્યૂશનરી ગાર્ડ્સનાં 27 સૈનિકોનાં મોત નિપજ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનની ધ્રુષ્ટતા: રાજોરીમાં LoC નજીક વિસ્ફોટમાં સેનાના મેજર શહીદ


રિવોલ્યુશનરી ગાર્ડ્સ કમાન્ડર મેજર જનરલ મોહમ્મદ અલી જાફરીએ જિહાદી સમુહ જૈશ અલ અદુલની તરફ ઇશારો કરતા કહ્યું કે, પાકિસ્તાન સરકાર જાણે છે કે આ જેહાદી અને ઇસ્લામ માટે ખતરો બનેલા લોકો કહ્યા છે અને તેમને પાકિસ્તાનનાં સુરક્ષા દળોનું સમર્થન પ્રાપ્ત કર્યું છે. 


અમારી તરફથી ક્યારે પણ હિંસા નથી થઇ, અમારા પર આરોપ લગાવવો સરળ: પાકની લુચ્ચાઇ


તેમણે ચેતવણી આપી કે જો પાકિસ્તાન સરકારે તેમને દંડિત નહી કરે તો અમે આ જેહાદી સમુહને મુંહતોડ જવાબ આપીશું અને પાકિસ્તાનને તેમનું સમર્થન કરવાનો અંજામ ભોગવવો પડશે. જનરલે આ વાત શુક્રવારે ઇસ્ફહાન શહેરમાં મરાયેલા સૈનિકો માટે આયોજીત શ્રદ્ધાંજલી સભા દરમિયાન કહ્યું. શનિવારે સૈનિકોના અંતિમ સંસ્કાર કરવામાં આવી શકે છે.