Hijab Row: ઈરાની રાષ્ટ્રપતિએ ન્યૂઝ એંકર સામે હિજાબ પહેરવાની શરત મૂકી, ના પાડી તો રદ્દ કર્યો ઈન્ટરવ્યુ
Iran President Cancelled Interview: ઈરાન હાલ હિજાબ આંદોલનની આગમાં ઝૂલસી રહ્યું છે. સમગ્ર દુનિયા ઈરાનનો અમાનવીય ચહેરો જોઈ રહી છે. વિશ્વ સામે પોતાના દેશની સારી છબી રજૂ કરવાની જગ્યાએ ઈરાનના રાષ્ટ્રપતિ અબ્રાહિમ રાયસી હજુ પણ રૂઢીવાદી વિચારધારામાં બંધાયેલા જોવા મળી રહ્યા છે.
Iran President Cancelled Interview: ઈરાન હાલ હિજાબ આંદોલનની આગમાં ઝૂલસી રહ્યું છે. સમગ્ર દુનિયા ઈરાનનો અમાનવીય ચહેરો જોઈ રહી છે. વિશ્વ સામે પોતાના દેશની સારી છબી રજૂ કરવાની જગ્યાએ ઈરાનના રાષ્ટ્રપતિ અબ્રાહિમ રાયસી હજુ પણ રૂઢીવાદી વિચારધારામાં બંધાયેલા જોવા મળી રહ્યા છે. ધાર્મિક કટ્ટરતા એવી છે કે તેમણે અમેરિકામાં પહેલેથી નિર્ધારિત પોતાના ઈન્ટરવ્યુને ફક્ત એવા કારણસર રદ્દ કરી નાખ્યો કે તમે વિચારી પણ ન શકો. ઈન્ટરવ્યુ લેનારી મહિલા પત્રકારે હિજાબ પહેરીને સવાલ પૂછવાની તેમની શરતને માનવાનો ઈન્કાર કરી દીધો. મહિલા ન્યૂઝ એંકરે આ ટ્વીટ કરીને આ ઘટના વિશે જણાવ્યું.
શું છે મામલો
ક્રિસ્ટિયન અમનપોર નામના ન્યૂઝ એંકર ઈન્ટરનેશનલ ન્યૂઝ ચેનલ CNN માટે કામ કરે છે. તેઓ ઘણા સિનિયર પત્રકાર છે. અમનપોરનો જન્મ બ્રિટનમાં થયો છે. જ્યારે તેમના પિતા ઈરાની છે. ગુરુવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાથી અલગ અમેરિકામાં ઈરાની રાષ્ટ્રપતિ અબ્રાહિમ રાયસી સાથે તેમનો એક ઈન્ટરવ્યુ થવાનો હતો. ઈન્ટરવ્યુ પહેલેથી નક્કી હતો અને એક અઠવાડિયાથી તેની તૈયારીઓ ચાલતી હતી. કેમેરા, સ્ટેજ, બધુ તૈયાર હતું. પરંતુ ઈન્ટરવ્યુથી લગભગ અડધા કલાક પહેલા ઈરાની રાષ્ટ્રપતિ રાયસીના એક સહયોગીએ અમનપોરનો સંપર્ક કર્યો અને કહ્યું કે, આ મોહર્રમ અને સફરનો પવિત્ર મહિનો હોવાના કારણે રાષ્ટ્રપતિ ઈચ્છે છે કે તમે ઈન્ટરવ્યુ હિજાબ પહેરીને લો. અમનપોરે તરત એ શરત માનવાનો ઈન્કાર કરી દીધો. ત્યારબાદ ઈરાની રાષ્ટ્રપતિએ ઈન્ટરવ્યુ જ રદ્દ કરી નાખ્યો.
ઈન્ટરવ્યું કેન્સલ થયા બાદ ક્રિસ્ટિયન અમનપોરે આ ઘટના અંગે કેટલીક ટ્વીટ કરી. તેમણે લખ્યું કે મે રાષ્ટ્રપતિના સહયોગીની શરત પર વિનમ્રતાથી ના પાડી દીધી અને કહ્યું કે અમે ન્યૂયોર્કમાં છીએ, જ્યાં સ્કાર્ફ એટલે કે હિજાબને લઈને કોઈ કાયદો કે પરંપરા નથી. અમનપોરે કહ્યું કે તેમણે રાષ્ટ્રપતિના સહયોગીને કહ્યું કે મે ઈરાનની બહાર અને ઈરાની રાષ્ટ્રપતિઓના ઈન્ટરવ્યુ લીધા છે અને આજ સુધી તેની જરૂર પડી નથી કે કોઈ રાષ્ટ્રપતિએ હિજાબ પહેરવાની શરત મૂકી નથી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube