અમેરિકાના હુમલામાં જનરલના મોતથી ગુસ્સામાં ઈરાન, સૈય્યદ ખામેનીએ કહ્યું- બદલો જરૂર લેવામાં આવશે
ખામેનીએ કહ્યું કે, આ લડાઈ અને અંતિમ જીતની સિદ્ધિ હત્યારા અને ગુનેગારોની જિંદગીને વધુ નષ્ટ કરી દેશે.
તેહરાનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર કરવામાં આવેલા હુમલામાં ઈરાનના ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી)ની વિશિષ્ટ કુદ્સ ફોર્સના પ્રમુખ જનરલ કાસિમ સુલેમાનીના મોત બાદ ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા સૈય્યદ અલી ખામેનીએ બદલો લેવાનો સંકલ્પ લીધો છે. આઈઆરજીસીએ કહ્યું કે, હશદ શાબી કે ઇરાકી પોપ્યુલર મોબિલાઇઝેશન ફોર્સ (પીએમએફ)ના ડેપ્યુટી કમાન્ડર અબૂ મહદી અલ-મુહાન્દિસ પણ સુલેમાનીની સાથે ગુરૂવારે રાત્રે અમેરિકાના હુમલામાં માર્યા ગયા છે. બગદાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ રોડ પર તેના વાહનને નિશાન બનાવવામાં આવ્યું હતું.
તેહરાન સ્થિત પ્રેસ ટીવી અનુસાર, અહીં જારી નિવેદનમાં ખામેનીએ કહ્યું કે, 'ધરતી પર સૌથી ક્રૂર લોકોએ સન્માનીય કમાન્ડરની હત્યા કરી, જેણે વિશ્વની દુષ્ટતા અને ચોરો વિરુદ્ધ સાહસપૂર્વક લડાઈ લડી હતી.'
તેમણે કહ્યું, 'તેના નિધનથી તેમનું મિશન રોકાશે નહીં, પરંતુ જે ગુનેગારોએ ગુરૂવારે રાત્રે જનરલ સુલેમાની અન્ય અન્યની હત્યાથી પોતાના હાથ લોહીથી રંગ્યા છે, તેણે એક બદલાની, અંજામ ભોગવવાની રાહ જોવી જોઈએ.'
સુલેમાનીના મોત બાદ ઈરાન-અમેરિકા વચ્ચે તણાવ, સોશિયલ મીડિયા પર ‘World War 3’ની શરૂ થઈ ચર્ચા
ખામેનીએ કહ્યું કે, આ લડાઈ અને અંતિમ જીતની સિદ્ધિ હત્યારો અને ગુનેગારોની જિંદગીને વધુ દુષ્ટ બનાવી લેશે.
સુલેમાનીના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા સિવાય, ખામેનીએ ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કર્યો છે. સુલેમાનીના મોતના સમાચારની ખાતરી પેન્ટાગને પણ કરી છે.
જાણો કોણ છે ઈરાનની સુલેમાની, જેનાથી ડરતા હતા અમેરિકા, સાઉદી અરબ અને ઇઝરાઇલ
વ્હાઇટ હાઉસ પ્રમાણે, રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશ પર અમેરિકાની સેનાએ પોતાના જવાનોની રક્ષા માટે જનરલ કાસિમને ઠાર કર્યો છે. કાસિમ ઈરાનની વિશેષ સેના રિવોલ્યૂશનરી ગાર્ડની કુદ્સ ફોર્સમના પ્રમુખ હતા અને મધ્યપૂર્વમાં અમેરિકાના અધિકારી અને ઇરાકમાં સૈનિકોને મારવાનું ષડયંત્ર રચી રહ્યાં હતા. કાસિમ ઈરાનના સુપ્રીમ લીડર અયાતોલ્લા ખમેનેઈની ખુબ નજીક હતા.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube