નવી દિલ્હી: અમેરિકી એર સ્ટ્રાઈકમાં ઈરાની કમાન્ડર કાસિમ સુલેમાનીના મોત બાદ હવે ઈરાને યુદ્ધની જાહેરાત કરી દીધી છે. શનિવારે સવારે ઈરાને જામકરન મસ્જિદની ઉપર લાલ ઝંડો ફરકાવીને યુદ્ધ માટે એલર્ટ કર્યા છે. અત્રે જણાવવાનું કે આવા હાલાતમાં લાલ ઝંડો ફરકાવવાનો અર્થ એ હોય છે કે યુદ્ધ માટે તૈયાર રહો કે પછી યુદ્ધ શરૂ થઈ ગયું છે. રિપોર્ટ્સ મુજબ આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે ઈરાને આ પ્રકારે મસ્જિદ પર લાલ ઝંડો ફરકાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

US ઠેકાણાઓ પર રોકેટ હુમલાથી ટ્રમ્પ લાલઘૂમ, ઈરાનને ધમકી આપતા કહ્યું- જવાબ વિધ્વંસક હશે


કોમ સ્થિત જામકરન મસ્જિદના ડોમ પર સામાન્ય રીતે ધાર્મિક ઝંડો ફરકાવવામાં આવે છે. આવામાં ધાર્મિક ઝંડો હટાવીને લાલ ઝંડો ફરકાવવાનો અર્થ યુદ્ધની જાહેરાત તરીકે લેવામાં આવી રહ્યો છે. કારણ કે લાલ ઝંડાનો અર્થ દુ:ખ જતાવવાનો થતો નથી. સ્પષ્ટ છે કે ઈરાન પોતાના દેશવાસીઓને એવી પરિસ્થિતિ માટે તૈયાર રહેવાનું કહી રહ્યું છે જે તેમણે પહેલા ક્યારેય જોઈ નથી. જો કે ઈરાન અને ઈરાક વચ્ચે યુદ્ધ વખતે પણ લાલ ઝંડો ફરકાવવામાં આવ્યો નહતો. 


સોશિયલ મીડિયા પર થઈ રહી છે ચર્ચા...


ટ્રમ્પનો ચોંકાવનારો ખુલાસો, કાસિમ સુલેમાની દિલ્હીમાં આતંકી હુમલાના ષડયંત્ર માટે જવાબદાર હતો


હકીકતમાં હુસૈન સાહેબે કરબલા યુદ્ધ વખતે મસ્જિદ પર લાલ ઝંડો ફરકાવ્યો હતો. લાલ ઝંડો લોહી અને શહાદતનું પ્રતિક મનાય છે. હાલની સ્થિતિમાં તેનો ઉપયોગ સુલેમાનીની હત્યા બાદ ઈરાન બદલો લેવા જઈ રહ્યું છે તેમ જોવામાં આવી રહ્યું છે. જામકારન મસ્જિદ ઈરાનની સૌથી પવિત્ર મસ્જિદ ગણાય છે અને અહીંના યુવાઓ ઉપર પણ તેનો ઘણો પ્રભાવ છે. 


જુઓ LIVE TV


ઈરાકમાં અમેરિકાની વધુ એક એર સ્ટ્રાઈક, ઈરાન સમર્થક મિલિશિયા કાફલાના 6 લોકો જીવતા ભૂંજાયા


ન્યૂઝ  એજન્સી રોયટર્સના જણાવ્યાં મુજબ એક રોકેટ ગ્રીન ઝોનની અંદરપડ્યું. આ એ જ ક્ષેત્ર છે જ્યાં સુરક્ષા એકદમ ચુસ્ત હોય છે કારણ કે અહીં અનેક સરકારી ઓફિસો છે. બીજો હુમલો અલ બલાદ એરસ્પેસ પર થયો જ્યાં અમેરિકી સૈનિકો રોકાયેલા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube