ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ છેડાયું તો પાકિસ્તાન કોનો સાથ આપશે? સેનાએ આપ્યો જવાબ
ઈરાન (Iran) ના જનરલ કાસિમ સુલેમાની (Qassem Suleimani) ની હત્યા બાદથી અમેરિકા (America) અને ઈરાન વચ્ચે તલવારો ખેંચાઈ ગઈ છે. આ બધા વચ્ચે પાકિસ્તાને (Pakistan) રવિવારે કહ્યું કે તે કોઈ પણ દેશને યુદ્ધ માટે પોતાની જમીનનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે નહીં.
નવી દિલ્હી: ઈરાન (Iran) ના જનરલ કાસિમ સુલેમાની (Qassem Suleimani) ની હત્યા બાદથી અમેરિકા (America) અને ઈરાન વચ્ચે તલવારો ખેંચાઈ ગઈ છે. આ બધા વચ્ચે પાકિસ્તાને (Pakistan) રવિવારે કહ્યું કે તે કોઈ પણ દેશને યુદ્ધ માટે પોતાની જમીનનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે નહીં. પાકિસ્તાની સેનાના પ્રવક્તા આસિફ ગફૂરે રવિવારે પાકિસ્તાની ન્યૂઝ ચેનલ એઆરવાય ન્યૂઝ સાથે વાતચીત કરતા કહ્યું કે પાકિસ્તાન ક્ષેત્રમાં શાંતિ સ્થાપવામાં સકારાત્મક ભૂમિકા ભજવશે અને કોઈના પણ વિરુદ્ધ પોતાની ધરતીને વાપરવાની મંજૂરી આપશે નહીં. મેજર આસિફ ગફૂરે કહ્યું કે વડાપ્રધાન ઈમરાન ખાન અને પાકિસ્તાન આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાનો પણ આ જ મત છે.
આર્મી પ્રવક્તાએ જણાવ્યું કે વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું છે કે પાકિસ્તાન કોઈની સાથે નથી પરંતુ તે ફક્ત શાંતિ અને શાંતિનો જ સાથી છે. અમેરિકા દ્વારા ઈરાનના મેજર જનરલ કાસિમ સુલેમાનીની હત્યા અંગે જ્યારે ગફૂરને પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે ક્ષેત્રીય સુરક્ષાની સ્થિતિ બદલાઈ ગઈ છે અને પાકિસ્તાન શાંતિ સ્થાપવામાં પોતાની ભૂમિકા ભજવશે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube