હિઝાબને ઉતારીને ફેંકી દીધુ રસ્તા પર... પોતાના જ દેશના વિરોધમાં ઉતરી ઈરાનની મહિલાઓ
ઈરાન (Iran) ની મહિલાઓએ દેશના કાયદાની વિરુદ્ધ મોરચો ખોલી લીધો છે. દેશની મહિલાઓ પર લાગુ સખત નિયમોની વિરુદ્ધ હવે મહિલાઓ રસ્તા પર ઉતરી આવી છે. તેઓ અલગ અલગ રીતથી આ નિયમોનો વિરોધ કરી રહી છે. પોતાના હક માટે ઈરાનની મહિલાઓએ એક અલગ જ પ્રકારનો વિરોધ શરૂ કર્યો છે. જેનો વીડિયો (Video Viral) હાલ સોશિયલ મીડિયા (Social Media) પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મહિલાઓ રસ્તા પર ડાન્સ (Dance) કરતી દેખાઈ રહી છે. તો કેટલીક મહિલાઓ હિઝાબ (Hijab) ઉતારતી પણ વીડિયોમાં દેખાઈ રહી છે.
નવી દિલ્હી :ઈરાન (Iran) ની મહિલાઓએ દેશના કાયદાની વિરુદ્ધ મોરચો ખોલી લીધો છે. દેશની મહિલાઓ પર લાગુ સખત નિયમોની વિરુદ્ધ હવે મહિલાઓ રસ્તા પર ઉતરી આવી છે. તેઓ અલગ અલગ રીતથી આ નિયમોનો વિરોધ કરી રહી છે. પોતાના હક માટે ઈરાનની મહિલાઓએ એક અલગ જ પ્રકારનો વિરોધ શરૂ કર્યો છે. જેનો વીડિયો (Video Viral) હાલ સોશિયલ મીડિયા (Social Media) પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મહિલાઓ રસ્તા પર ડાન્સ (Dance) કરતી દેખાઈ રહી છે. તો કેટલીક મહિલાઓ હિઝાબ (Hijab) ઉતારતી પણ વીડિયોમાં દેખાઈ રહી છે.
કેન્દ્ર સરકારે રાશન કાર્ડ મામલે મોટો નિર્ણય લીધો, 1 જૂનથી આખા દેશમાં થઈ જશે લાગુ
હકીકતમાં, ઈરાનમાં મહિલાઓ માટે સખત કાયદા બનાવવામાં આવ્યા છે, જેનુ ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. જેમાં હિઝાબ પહેરવુ અને રસ્તા પર ખુલ્લેઆમ ડાન્સ કરવાની સખત મનાઈ જેવા કાયદા પણ સામેલ છે. તમને જણાવી દઈએ કે, ઈરાનમાં જાહેર સ્થળો પર જો કોઈ મહિલા હિઝાબ વગર ફરતી દેખાઈ તો તેને જેલ થઈ શકે છે. આવામાં ઈરાની મહિલાઓ હવે દેશના કાયદાથી પરેશાન થઈ ગઈ છે, જેના પગલે હવે મહિલાઓએ આ કાયદાનો ખૂલીને વિરોધ શરૂ કર્યો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...