કાહીરા: અમેરિકા (USA) હુમલામાં ઇરાનના શીર્ષ કમાન્ડર કાસિમ સુલેમાનીના મોત બાદ નારાજ ઇરાન (Iran) એ બુધવારે ઇરાકમાં અમેરિકાના બે સૈન્ય અડ્ડાઓ પર મિસાઇલો વડે હુમલો કરી દીધો. ઇરાને અમેરિકી એરબેસ અલ અસદ અને ઇરબિલ પર 12 વાગ્યાથી વધુ મિસાઇલો તાકી. અમેરિકન રક્ષા મંત્રાલયે આ હુમલાની પુષ્ટિ કરી છે અને નિવેદન જાહેર કરતાં કહ્યું કે અમે પોતાના સૈનિકોની સુરક્ષા માટે તમામ પ્રકારના પગલાં ઉઠાવશે. અમેરિકાએ કહ્યું કે ઇરાને બેલિસ્ટિક મિસાઇલો તાકી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારબાદ તેહરાન (Tehran) સ્થિતિ સમાચાર એજન્સીએ બુધવારે કહ્યું કે ઇરાને ઇરાકમાં અમેરિકી સૈન્ય અડ્ડાઓ પર બીજો હુમલો પણ કર્યો. એજન્સીએ જણાવ્યું કે પહેલાં તબક્કામાં હુમલાના એક કલાક બાદ હુમલાનો બીજો દૌર શરૂ થયો. એક ઇરાની સુરક્ષા સૂત્રે રોયટરને જણાવ્યું કે અનબર પ્રાંતમાં એન અલ-અસદ એરબેસ પર ઓછામાં ઓછા સાત રોકેટ તાકવામાં આવ્યા છે. 


ઇરાનના ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ્સ કોર્પ્સે બુધવારે એક નિવેદનમાં પુષ્ટિની કુદસ ફોર્સના કમાંડર કાસિલ સુલેમાનીની હત્યાનો બદલો લેવા માટે ઇરાકમાં અમેરિકી હવાઇ અડ્ડા પર રોકેટ તાક્યા છે. 


ઇરાનની અર્ધ-આધિકારિક સમાચાર એજન્સી ફોર્સ ન્યૂઝ એજન્સીએ મિસાઇલો તાકી હોવાનો એક વીડિયો ટ્વિટ કર્યો અને કહ્યું 'અમેરિકાથી બદલો લેવા માટે એન અલ-અસદમાં જવાબી કાર્યવાહી હેઠળ અમેરિકી બેસ પર મિસાઇલ ફાયરિંગ. 


પેંટાગને એક નિવેદનમાં કહ્યું કે ''આ સ્પષ્ટ છે કે આ મિસાઇલોને ઇરાને તાકી હતી અને અલ-અસદ અને ઇરબિલમાં અમેરિકી સૈન્ય અને ગઠબંધન સૈન્યકર્મીઓવાળા ઓછામાં ઓછા બે ઇરાકી સૈન્ય ઠેકાણાને નિશાન બનાવ્યા. પેંટાગનના મુખ્ય પ્રવક્તા જોનાથન હોફમૈને આ જાણકારી આપી. 


અમેરિકી રક્ષા વિભાગે કહ્યું કે અમેરિકા પ્રારંભિક યુદ્ધ ક્ષતિ પર કામ કરી રહ્યું છે અને આગળના હુમલાને રોકવા માટે અડ્ડાઓ હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. નુકસાનનો કોઇ રિપોર્ટ હજુ આવ્યો નથી. પેંટાગને મંગળવારે સાંજે કહ્યું કે એ હજુ સુધી નુકસાનનું આકલન કરી રહી છે. સીએનએન ન્યૂઝે એક વરિષ્ઠ અધિકારીના હવાલેથી કહ્યું કે અમેરિકા સૈન્ય ઠેકાણા પર જ્યાં અમેરિકીબળો હતા, તેમને નિશાન બનાવીને મિસાઇલ વડે હુમલો કરવામાં આવ્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube