નવી દિલ્હી; હાલ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યો છે. ત્રીજા વિશ્વપુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યારે ઈરાકના ઈકબિલમાં સ્થિત અમેરિકી એમ્બેસી પર 12 મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો છે. આ વાતની જાણકારી અમેરિકાના સુરક્ષા અધિકારીઓએ આપી છે. અમેરિકી સંરક્ષણ અધિકારીએ જણાવ્યું છે કે ઈરબિલ શહેર પર છોડવામાં આવેલી મિસાઈલ પાડોશી દેશ ઈરાનમાંથી છોડવામાં આવી હતી. ઈરાક અને અમેરિકા બન્ને તરફથી આ મિસાઈલ હુમલાને લઈને એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. એક અન્ય અમેરિકી અધિકારીએ જણાવ્યું છે કે આ ઘટનામાં કોઈ નુકસાન થયું નથી અને ના તો કોઈ જાનહાનિ થઈ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈરાકના અધિકારીઓએ જણાવ્યું છે કે ઘણી મિસાઈલોએ અમેરિકન એમ્બેસીને નિશાન બનાવી છે. એમ્બેસીની બિલ્ડિંગ નવી બનાવવામાં આવી છે અને હાલમાં જ ત્યાં એક સ્ટાફ શિફ્ટ કરવામાં આવ્યો છે. અમેરિકી અધિકારીએ પોતાની ઓળખ છતી ન કરવાની શરતે જણાવ્યું છે કે અત્યાર સુધી જાણી શકાયું નથી કે કુલ કેટલી મિસાઈલોથી હુમલો કરવામાં આવ્યો છે અને તેમાંથી કેટલી લેન્ડ થઈને અહીં પડી છે. આ ઘટના અડધી રાત્રે બની છે અને તેમાં ભારે નુકસાન થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે સોસિયલ મીડિયા પર આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.


એમ્બેસીના પરિસરમાં લાગી ભીષણ આગ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube