મોદીએ ગ્લાસગોમાં ક્લાઈમેટ ચેન્જ પર કહ્યું, આ આપણા પાપોનું એક પ્રકારનું સહિયારું પ્રાયશ્ચિત છે
પીએમ મોદીએ આગળ કહ્યું- મારા માટે સીડીઆરઆઈ અને આઈરિસ માત્ર એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત નથી, પરંતુ તે માનવ કલ્યાણના અત્યંત સંવેદનશીલ દાયિત્વનો ભાગ છે.
ગ્લાસગોઃ ગ્લાસગોમાં આઇરિસ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર રેસિલિએન્ટ આઇલેન્ડ સ્ટેટ્સ) લોન્ચ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વને સંબોધિત કર્યુ. તેમણે કહ્યુ કે, આઇરિસ એક નવી આશા અને નવો વિશ્વાસ આપે છે. આ સૌથી વલ્નરેબલ દેશો (જળવાયુ પરિવર્તનથી સૌથી વધુ પ્રભાવિત દેશ) માટે કંઈ કરવાનો સંતોષ આપે છે. પીએમ મોદીએ કહ્યુ કે, ક્લાઇમેન્ટ ચેન્જના પ્રકોપથી કોઈ અછૂત નથી ભલે તે વિકસિત દેશ હોય કે વિકાસશીલ દે.
ગ્લાસગોમાં આઇરિસ લોન્ચ પર પ્રધાનમંત્રીએ કહ્યું, 'હું તેના માટે કોલિશન ફોર ડિઝાસ્ટર રેસિલીન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (સીડીઆરઆઈ) ને શુભેચ્છા આપુ છું. છેલ્લા કેટલાક દાયકાઓએ સિદ્ધ કર્યુ છે કે જળવાયુ પરિવર્તનના પ્રકોપથી કોઈ અછૂત નથી. ભલે તે વિકસિત દેશ હોય કે વિકાસશીલ દેશો કે પછી પ્રાકૃતિક સંસાધનોથી ધની દેશ, બધા માટે આ ખુબ મોટો ખતરો છે. જળવાયુ પરિવર્તનથી સૌથી વધુ ખતરો સ્મોલ આઇસલેન્ડ ડેવલોપિંગ સ્ટેટ્સને છે.'
પીએમ મોદીએ આગળ કહ્યું- મારા માટે સીડીઆરઆઈ અને આઈરિસ માત્ર એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત નથી, પરંતુ તે માનવ કલ્યાણના અત્યંત સંવેદનશીલ દાયિત્વનો ભાગ છે. આ માનવ જાતિ પ્રત્યે આપણા બધાની સંયુક્ત ભાગીદારી છે. આ એક રીતે આપણા પાપોનું સંયુક્ત પ્રાયશ્ચિત છે. તેમણે કહ્યું કે, ભારતની સ્પેસ એજન્સી ઇસરો સિડ્સ માટે એક સ્પેશિયલ ડેટા વિન્ડોનું નિર્માણ કરશે. તેનાથી સિડ્સને સેટેલાઇટના માધ્યમથી સાયક્લોન, કોરલ-રીફ મોનિટરિંગ,કોસ્ટ-લાઇન મોનિટરિંગ વિશે સમયથી જાણકારી મળતી રહેશે.
પીએમ મોદીએ કહ્યુ કે, તે આઈરિસના લોન્ચને ખુબ મહત્વનું માને છે. આઇરિસના માધ્યમથી સિડ્સને તકનીકી અને ટેક્નોલોજીની જરૂરી જાણકારી ઝડપથી મોબાલઇઝ કરવામાં સરળતા રહેશે. પીએમે કહ્યુ કે, સ્મોલ આઇસલેન્ડ સ્ટેસ્સમાં ક્વોલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન મળવાથી ત્યાં જીવન અને આજીવિકા બંનેને લાભ મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube