બેરૂત: સીરિયાના પૂર્વ ભાગમાં છેલ્લા બે દિવસથી આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ તરફથી કરવામાં આવેલા હુમલામાં અમેરિકા સમર્થિત 47 સૈનિકોના મોત થયાં. બ્રિટન સ્થિત નિગરાણી સંસ્થાએ આ જાણકારી આપી. સીરિયન ઓબ્ઝર્વેટ્રી ફોર હ્યુમન રાઈટ્સે પહેલા મૃતકોની સંખ્યા 24 બતાવી હતી. નિગરાણી સંસ્થાએ શનિવારે જણાવ્યું કે જેહાદીઓએ 3 હુમલા કર્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'આઈએસ કરતા પણ ખતરનાક રશિયા'
બ્રિટનની સેનાના પ્રમુખ જનરલ માર્ક કાર્લટન-સ્મિથે કહ્યું કે બ્રિટનની રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં લેતા રશિયા, આતંકી સંગઠન આઈએસ કરતા પણ મોટો ખતરો બની ગયું છે. બીબીસીના એક રિપોર્ટ મુજબ જૂનમાં જનરલ સ્ટાફ પ્રમુખના પદ પર નિયુક્ત થયા બાદ પોતાના પહેલા ઈન્ટરવ્યુમાં જનરલ કાર્લટન સ્મિથે કહ્યું હતું કે નિર્વિવાદ રીતે રશિયા હવે અલ કાયદા અને આઈએસ જેવા ઈસ્લામી આતંકી સમૂહો કરતા પણ મોટો ખતરો બની ગયું છે. 


તેમણે કહ્યું કે 'રશિયાએ પશ્ચિમી અતિસંવેદનશીલતાની શોધખોળ અને શોષણ કરવા માટે સુનિયોજિત પ્રયત્નો કર્યા છે. ખાસ કરીને સાઈબર, અંતરિક્ષ, દરિયાની અંદર યુદ્ધ અને બિનપરંપરાગત વિસ્તારોમાં.' સ્મિથે કહ્યું કે અમે રશિયા દ્વારા પેદા કરવામાં આવેલા જોખમને લઈને આત્મસંતુષ્ટ ન થઈ શકીએ અને ન તો તેને નિર્વિરોધ છોડી શકીએ. 


54 વર્ષના પૂર્વ એસએએસ કમાન્ડરે 11 સપ્ટેમ્બર 2001ના રોજ આતંકી હુમલા બાદ આતંકી ઓસામા બિન લાદેનના સર્ચ અભિયાનનું નેતૃત્વ કર્યું હુતં. આ સાથે જ તેમણે ઈરાક અને સીરિયામાં આઈએસ સાથેના મુકાબલાના અભિયાનમાં બ્રિટનની ભૂમિકામાં સૌથી આગળની ભૂમિકા ભજવી હતી. 


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...