કામ કરી ગયું અમેરિકાનું દબાણ! કતારનું હમાસના નેતાઓને દેશ છોડવાનું અલ્ટીમેટમ
એક બાજુ જ્યાં ઈઝરાયેલ હમાસના નેતાઓનો વીણી વીણીને ખાતમો કરી રહ્યું છે ત્યાં મીડલ ઈસ્ટના અનેક દેશ પણ હવે હમાસ સાથે નાતો તોડવા લાગ્યા છે. હવે કતારે હમાસના નેતાઓને દેશ છોડવાનું અલ્ટીમેટમ આપી દીધુ
ઈઝરાયેલ સાથે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે આતંકી સંગઠન હમાસને મોટો ઝટકો મળ્યો છે. એક બાજુ જ્યાં ઈઝરાયેલ હમાસના નેતાઓનો વીણી વીણીને ખાતમો કરી રહ્યું છે ત્યાં મીડલ ઈસ્ટના અનેક દેશ પણ હવે હમાસ સાથે નાતો તોડવા લાગ્યા છે. હવે કતારે હમાસના નેતાઓને દેશ છોડવાનું અલ્ટીમેટમ આપી દીધુ છે.
ફાઈનાન્શિયલ ટાઈમ્સના રિપોર્ટ મુજબ કતારે પોતાની નીતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કરતા અમેરિકાના દબાણ બાદ આતંકી સમૂહ હમાસના નેતાઓને દેશ છોડવાનું કહી દીધુ છે. એક અધિકારીના હવાલે જણાવાયું છે કે આ ભલામણ કથિત રીતે અમેરિકી અધિકારીઓ સાથે ગાઢ ચર્ચા બાદ લગભગ 10 દિવસ પહેલા કરાઈ હતી.
2012થી દોહામાં છે હમાસના નેતા
કતારે 2012થી દોહામાં હમાસના રાજનીતિક કાર્યાલયની મેજબાની કરી છે. જ્યારે સીરિયાના ગૃહયુદ્ધે તેને દમિશ્કમાં પોતાનો આધાર છોડવા માટે મજબૂર કર્યું હતું અને અમેરિકાએ કતારને પેલેસ્ટાઈનના સમૂહ સાથે સંચારની એક ચેનલ ખોલવાનું કહ્યું હતું.
સમાચાર એજન્સી રોયટર્સે શુક્રવારે એક વરિષ્ઠ વહીવટી અધિકારીના હવાલે જણાવ્યું કે અમેરિકાએ કતારને સૂચિત કર્યું છે કે દોહામાં હમાસની ઉપસ્થિતિ હવે વધુ સ્વીકાર્ય નથી અને તેમણે ત્યાંથી જતા રહેવું જોઈએ. કારણ કે પેલેસ્ટાઈની આતંકવાદી સમૂહે સંઘર્ષ વિરામ અને બંધક સમજૂતિ પર પહોંચવાની હાલની સમજૂતિનો અસ્વીકાર કર્યો છે.
હમાસે યુદ્ધ વિરામ સમજૂતિ ન સ્વીકારી
અમેરિકા અને ઈજિપ્તની સાથે સાથે કતાર પણ ગાઝામાં એક વર્ષથી ચાલી રહેલા સંઘર્ષને રોકવા માટે નિષ્ફળ વાર્તાઓમાં એક પ્રમુખ હિસ્સો રહ્યું છે. હમાસે ઓક્ટોબરના મધ્યમાં વાર્તાના સૌથી લેટેસ્ટ દોરમાં અલ્પકાલિક યુદ્ધ વિરામ યોજનાને ફગાવી દીધી હતી જેના પરિણામ સ્વરૂપે કોઈ સમાધાન થયું નહીં.
વરિષ્ઠ અધિકારીએ રોયટર્સને જણાવ્યું કે બંધકોને છોડી મૂકવાના પ્રસ્તાવોને વારંવાર ફગાવી દીધા બાદ તેના નેતાઓનું હવે કોઈ પણ અમેરિકી ભાગીદારની રાજધાનીઓમાં સ્વાગત થવું જોઈએ નહીં. અમે કતારને એ સ્પષ્ટ કરી દીધુ છે કારણ કે હમાસે થોડા સપ્તાહ પહેલા એક અન્ય બંધકના છૂટકારાના પ્રસ્તાવને ફગાવી દીધો હતો.