Indian Astrologer : બે વિશ્વયુદ્ધ ઝેલી ચૂકેલી દુનિયા હવે ત્રીજા વિશ્વયુદ્ધને પણ શું જોશે? અનેક જ્યોતિષીઓ વિવિધ ભવિષ્યવાણીઓ કરતા જોવા મળ્યા છે કે ત્રીજું વિશ્વયુદ્ધ ક્યારે થશે અને કયા કયા દેશો વચ્ચે થશે. જેમાં નાસ્ત્રેદેમસ, બાબા વેંગા જેવા ભવિષ્યવક્તાઓની ભવિષ્યવાણીઓ પણ સામેલ છે. બબ્બે વિશ્વયુદ્ધ ભોગવી ચૂકેલી દુનિયા કદાચ ત્રીજા વિશ્વયુદ્ધને જોવાના મૂડમાં ન પણ હોય પરંતુ આમ છતાં જે પ્રકારે ભવિષ્યવાણીઓ થાય છે તેનાથી ચર્ચા ઉઠે છે અને સોશિયલ મીડિયામાં આ પ્રકારની ભવિષ્યવાણીઓ વાયરલ થતા ચર્ચાનો મુદ્દો પણ બને છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુ એક ભવિષ્યવાણી
હવે એક ભારતીય જ્યોતિષની ભવિષ્યવાણી હાલ સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. કુશલ કુમાર નામના જ્યોતિષે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આ સાથે જ તેને લિંક્ડઈન ઉપર પણ શેર કરી છે. જેમાં તેમણે દાવો કર્યો છે કે વર્લ્ડ વોર ત્રણ ગણતરીના અઠવાડિયા દૂર છે. કુશલુકમારની લિંક્ડઈન પ્રોફાઈલ મુજબ તેઓ એક વૈદિક એસ્ટ્રોલોજર છે. જે ચાર્ટ્સ દ્વારા ગ્રહોની દશા અને દિશાનો અભ્યાસ કરે છે અને પછી ભવિષ્યમાં ઘટનારી ઘટનાઓ અંગે આગાહી કરે છે.


પોતાની એક પોસ્ટમાં તેમણે લખ્યું છે કે વર્ષ 2024 બે દેશો વચ્ચે યુદ્ધની રીતે વધુ ચિંતાજનક રહેશે. ખાસ કરીને 8મી મેની આજુબાજુ. આ દરમિયાન કોરિયા, તાઈવાન, મિડલ ઈસ્ટ જેવા દેશો વચ્ચે તણાવ થઈ શકે છે. 


ક્યારે થઈ શકે વર્લ્ડ વોર થ્રી?
એસ્ટ્રોલોજર કુશલકુમારે તો વર્લ્ડ વોર થ્રીની તારીખ અંગે પણ ભવિષ્યવાણી કરી છે. તેમણે લખ્યું છે કે મંગળવાર, 18 જૂન 2024ના રોજ ગ્રહોની સ્થિતિ એવી હશે જે વર્લ્ડ વોર થ્રી થવાની આશંકા વ્યક્ત કરી રહી છે. આ ઉપરાંત 10 અને 29 જૂનના રોજ પણ એવા જ હાલાત બનતા જોવા મળી રહ્યા છે. અત્રે જણાવવાનું કે પંચકુલાના કુશલકુમાર પોતાને એક એવા એસ્ટ્રોલોજર ગણાવે છે જે દુનિયાભરમાં ક્યારે શું ઘટવાનું છે તે અંગે ભવિષ્યવાણી કરે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube