નવી દિલ્હીઃ કેન્દ્રીય ગુપ્તચર એજન્સીએ ગૃહ મંત્રાલયને મોકલેલા એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, પાકિસ્તાનની જાસુસી સંસ્થા ISI ભારતમાં મોટા ફિદાયિન(આત્મઘાતી) હુમલા કરાવા માટે જૈશ અને ISIS જેવા આતંકવાદી સંગઠનોને ભેગા કરી રહી છે. એક ગુપ્ત રિપોર્ટ અનુસાર, થોડા દિવસ પહેલા પાકિસ્તાનની જાસુસી સંસ્થા ISI દ્વારા અફઘાનિસ્તામાં જૈશ અને ISISના આતંકીઓ વચ્ચે એક ગુપ્ત બેઠકનું આયોજન કરાયું હતું, પાકિસ્તાનની સંસ્થા ISIS, જૈશ અને તાલિબાનને ભેગા કરવાના પ્રયાસો કરી રહી હોવાના અહેવાલ છે, જેથી કાશ્મીરમાં પુલવામા જેવા વધુ હુમલા કરાવી શકાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૈશ અને ISIS વચ્ચે થઈ સાંઠગાંઠ
ગૃહ મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા અનુસાર, "જૈશના આતંકવાદીઓ અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકવાદીઓ સાથે હાથ મિલાવીને ઘણા લાંબા સમયથી નાટો સેના સામે લડાઈ લડી રહ્યા છે. હવે નવા ઈનપુટ મળી રહ્યા છે કે, જે રીતે જૈશ અને ISIS વચ્ચે સંબંધ વધારવાના પ્રયાસ થઈ રહ્યા છે, તેનાથી એવું લાગી રહ્યું છે કે, ISIS ભારત સામે એક મોટું કાવતરું ઘડી રહ્યું છે."


મીટિંગમાં મસૂદ અઝહર હાજર હતો
ગુપ્તચર એજન્સીએ એક રિપોર્ટમાં માહિતી આપી હતી કે, બાલાકોટમાં ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા પછી ફરી એક વખત જૈશ-એ-મોહમ્મદનો વડો મસૂદ અઝહર સક્રિય થઈ ગયો છે. થોડા સમય પહેલા મસુતે જૈશના આતંકવાદીઓને ભારતમાં પુલવામા જેવા વધુ એક આતંકી હુમલા માટૈ તૈયાર રહેવા જણાવ્યું હતું. 


વિશ્વના વધુ સમાચાર જાણવા અહીં ક્લિક કરો...