વોશિંગટનઃ અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માઈક પોમ્પિઓએ મંગળવારે જણાવ્યું છે, ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ કેટલાક ભાગમાં અગાઉ કરતાં પણ વધુ શક્તિશાળી થયા છે. સીબીએસને આપેલા એક ઈન્ટરવ્યુમાં માઈક પોમ્પિઓએ જણાવ્યું કે, "આ એક ગંભીર બાબત છે. ISIS ત્રણ-ચાર વર્ષ પહેલાં જેટલું શક્તિશાળી હતું, કેટલાક વિસ્તારોમાં તેના કરતાં પણ તે વધુ શક્તિશાળી બન્યું છે. તેની હુમલા કરવાની ક્ષમતામાં વધારો થયો છે."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈરાક અને સિરીયામાં આ આતંકવાદી જૂથ વધુ મજબૂત થઈ રહ્યું હોવાના 'ન્યૂયોર્ક ટાઈમ્સ'ના અહેવાલના આધારે પોમ્પિઓને સવાલ પુછવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટમ્પે ડિસેમ્બર, 2018માં જણાવ્યું હતું કે, અમેરિકના સૈનિકોએ ઈસ્લામિક સ્ટેટનો સિરીયામાં સફાયો કરી નાખ્યો છે. 


પોમ્પિઓએ ચેતવણી ઉચ્ચારતા કહ્યું કે, 'કટ્ટરવાદી ઈસ્લામિક આતંકવાદી જૂથ'ના ફરીથી બેઠા થવાની ભરપૂર સંભાવના રહેલી છે, જેમાં અલ-કાયદા અને ઈસ્લામિક સ્ટેટ જેવા આતંકવાદી જૂથનો સમાવેશ થાય છે. 


આ બાજુ જીનેવામાં ચીનના સિનિયર અધિકારીએ પણ મંગળવારે ચેતવણી ઉચ્ચારી છે કે, સીરિયામાં ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ ફરીથી બેઠા થઈ રહ્યા છે, જે દુનિયા માટે ખતરો છે. દમાસકર સરકાર અને વિરોધ પક્ષોને ગૃહયુદ્ધનો અંત લાવવા પણ ચીને વિનંતી કરી છે. 


જુઓ LIVE TV....


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....