નવી દિલ્હી: દુનિયાના સૌથી ખતરનાક આતંકી સંગઠન ISISએ ખલીફા બગદાદીના ખાત્માને એક અઠવાડિયું વીતી ગયા બાદ હવે પોતાના નવા ખલીફાની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ ISISએ અમેરિકાને બદલો લેવાની ધમકી આપી દીધી છે. અગાઉ એવું લાગતું હતું કે બગદાદીના ખાત્મા સાથે જ ISISનો પણ અંત થઈ ગયો. સમગ્ર દુનિયામાં એવી ચર્ચાઓ વધી ગઈ હતી પરંતુ હવે દુનિયાનું આ સૌથી ક્રુર અને મોટું આતંકી સંગઠન એકવાર ફરીથી સામે આવ્યું અને તેણે અબુ બકર અલ બગદાદીના માર્યા ગયા હોવાની પુષ્ટિ પણ કરી. મેસેજિંગ સર્વિસ ટેલિગ્રામ દ્વારા જાહેરાત કરી કે અબુ ઈબ્રાહિમ અલ હાશમી હવે ISISના નવા ખલીફા હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ISISએ દાવો કર્યો છે કે અબુ ઈબ્રાહિમ અલ હાશમી અબુ બકર અલ બગદાદીથી પણ મોટો ખલીફા સાબિત થશે. જેના નામથી દુનિયામાં દહેશત પેદા થશે અને અમેરિકા બગદાદીને મારવાનો અંજામ ભોગવશે. અત્રે જણાવવાનું કે અબુ ઈબ્રાહિમ અલ હાશમીનું નામ અમેરિકી સુરક્ષાદળો માટે બિલકુલ નવું છે. ઈસ્લામિક સ્ટેટે પોતાના નવા ચીફ અંગે વધુ જાણકારી આપી નથી. તેની  કોઈ તસવીર પણ સાર્વજનિક કરી નથી. પરંતુ કહેવાય છે કે ISISએ આ દ્વારા અમેરિકાને બદલો લેવાનો સંદેશ આપી દીધો છે. અમેરિકા પર મોટા હુમલાની ચેતવણી આપી છે. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...