વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને ગુરૂવારે જાહેરાત કરી કે અમેરિકી સેનાએ સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ (IS) ના સર્વોચ્ચ નેતા અબૂ ઇબ્રાહિમ અલ હાશિમી અલ કુરૈશીને ઠાર કરી દીધો છે. પરંતુ અમેરિકી તંત્ર પ્રમાણે સેનાના હુમલાની જાણકારી મળતા જ આતંકી અલ કુરૈશીએ ખુદનેપરિવાર સહિત બોમ્બથી ઉડાવી દીધો. મિશન દરમિયાન છ બાળકો અને ચાર મહિલાઓ સહિત 13 લોકો માર્યા ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વ્હાઇટ હાઉસે કહ્યું કે અબૂ ઇબ્રાહિમે એક એવો બોમ્બ બનાવ્યો, જેમાં ખુદની સાથે પરિવારના સભ્યોના પણ મોત થયા છે. આ મિશનમાં 24 વિશેષ અભિયાન કમાન્ડો સામેલ હતા, જે જેટ, રીપર ડ્રોન અને હેલીકોપ્ટર ગનશિપની સાથે હતા. તંત્રના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું, 'ઓપરેશનની શરૂઆતમાં, આતંકવાદી ટાર્ગેટે એક બોમ્બ વિસ્ફોટ કર્યો,જેમાં તે અને તેના પરિવારના સભ્યો માર્યા ગયા, જેમાં મહિલાઓ અને બાળકો સામેલ હતા.'


બગદાદીની જેમ ઠાર કરાયો ISIS નો વડો
દાવો કરવામાં આવી રહ્યો છે કે ઉત્તર પશ્ચિમ સીરિયામાં અમેરિકી સેનાએ ISIS ચીફને ઢેર કરી દીધો છે. આ ક્ષેત્રમાં 2019માં અમેરિકી સૈનિકોએ આીએસઆઈએસના પાછલા નેતા અબૂ બક્ર અલ-બગદાદીને મારી નાખ્યો હતો. જાણવા મળ્યું કે આ ઓપરેશન તે રીતે કરવામાં આવ્યું છે, જેમ 2011માં ઓસામા બિન લાદેન વિરુદ્ધ ચલાવવામાં આવ્યું હતું અને ઓસામા માર્યો ગયો હતો. 


આ પણ વાંચોઃ Winter Olympic: ભારત વિન્ટર ઓલિમ્પિક ગેમ્સનો બહિષ્કાર કરશે, ગાલવાન પર ચીનના વલણની નિંદા કરી


કોણ હતો અબૂ ઇબ્રાહિમ અલ-હાશિમી અલ કુરૈશી
આઈએસઆઈએસ ચીફ અબૂ ઇબ્રાહિમ અલ-હાશિમી અલ કુરૈશી વિશે તમને જણાવી દઈએ કે વર્ષ 2004માં ઇરાકના બુકામાં યૂએસ દ્વારા સંચાલિક એક કેમ્પમાં તેને કેદ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ પ્રમાણે તા આતંકી સંગઠમાં ખુબ સક્રિય હતો. અબૂ ઇબ્રાહિમ આઈએસઆઈએસના પૂર્વ ચીફ અબુ બકર અલ-બગદાદીનો સૌથી વિશ્વાસપાત્ર સાથી હતો. 


એટલું જ નહીં તે પણ કહેવામાં આવે છે કે યજિદી સમુદાયના અલ્પસંખ્યકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. દુનિયામાં આ આતંકીસંગઠનના આતંકી ઇરાદાનું નિયંત્રણ આ આતંકવાદીના હાથમાં હતું. વર્ષ 2019માં યૂએસના એક ઓપેશનમાં બગદાદીના મોત બાદ અબૂ ઇબ્રાહિમ આ સંગઠનની કમાન સંભાળી રહ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube