Israel Attacks Iran: ઇઝરાઇલ એ શનિવારે સવારે ઈરાનની રાજધાની તહરાન અને આસપાસના શહેરો પર એટેક કર્યો છે. ઈઝરાયેલની સેના તરફથી આ વાતને પુષ્ટિ પણ કરવામાં આવી છે. ઇઝરાયેલ ટાઈમ્સ અનુસાર ઇઝરાઇલ ઈરાનના સૈન્ય વિસ્તારો પર બોમ્બ વિસ્ફોટ કરી રહ્યું છે. આઈડીએફનું કહેવું છે કે આ હવાઈ હુમલો ઈરાન ને જવાબ દેવા માટે કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટ અનુસાર ઈરાનની રાજધાની તેહરાનની આસપાસ ઓછામાં ઓછા પાંચ જોરદાર લાસ્ટનો અવાજ સંભળાયો છે. જણાવી દઈએ કે હિજબુલ્લાહ ચીફના મોત પછી ઈરાને ઇઝરાઇલ પર મિસાઈલ હુમલો કર્યો હતો. ત્યારથી જ ચર્ચા હતી કે આ વાતનો જવાબ ઇઝરાઇલ ક્યારે આપશે.


ઇઝરાયલી સેનાએ ઈરાન પર થયેલા હવાઈ હુમલાની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું છે કે ઈરાન છેલ્લા કેટલાક મહિનાઓથી ઇઝરાયલને નિશાન બનાવી રહ્યું છે. જેના જવાબમાં હવે ઇઝરાયલે પણ હુમલો કર્યો છે.